સુષ્મા સ્વરાજને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઈન્ડિયાને પ્રેમ કરુ છું, મારા મિત્ર PM મોદીને મારા સલામ કહેજો
સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના સમ્માનમાં એક શાંતિ સંમેલન યોજાયુ. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મંડેલાના સમ્માનમાં કહ્યું કે, નેલ્સન મંડેલાનું જીવન પ્રેરણાદાયી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંયુક્ત મહાસભાના 73માં સત્રના ઉચ્ચસ્તરીય સપ્તાહના પ્રારંભ પર વિદેશ પ્રધાન વિશ્વ માદક પદાર્થ સમસ્યા પર કાર્યવાહી માટે વૈશ્વિક આહ્વાનમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય રાજકીય સૂત્રોએ જણાવ્યું કે સુષમા સ્વરાજે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામના લઇને આવી છું. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું ભારતને પ્રેમ કરુ છુ, મારા મિત્ર પીએમ મોદીને મારૂ અભિવાદન આપજો.
નવી દિલ્હી: વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયાન એકબીજાને ખબર અંતર પૂછ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માદક પદાર્થોના પ્રતિરોધના આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી. આ કાર્યક્રમના સમાપનના અવસર પર ટ્રમ્પ જ્યારે મંચ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ગળે લગાવી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -