ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિએ 25 વર્ષ મોટી ટીચર સાથે કર્યા છે લગ્ન, જાણો રસપ્રદ લવસ્ટોરી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2015માં જ્યારે મૈક્રોન ફ્રાન્સના નાણામંત્રી બન્યા ત્યારે બ્રિગેટે તેમને ખૂબ મદદ કરી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ બ્રિગેટે પતિ મૈક્રોન માટે ખૂબ પ્રચાર કર્યો હતો. મૈક્રોન પત્નીને સારા સલાહકાર માને છે.
બ્રિગેટે અગાઉ એક બેન્કર સાથે લગ્ન કર્યા હતા. જેમના ત્રણ બાળકો છે. જોકે, 2006માં મૈક્રોનના પ્રેમમાં પડતા બ્રિગેટે પ્રથમ પતિને ડિવોર્સ આપી દીધા હતા. બ્રિગેટ મૈક્રોન સાથે 2007માં લગ્ન કર્યા બાદ પેરિસમાં આવી ગયા હતા.
બંન્નેની મુલાકાત એક નાટક દરમિયાન થઇ હતી. આ નાટક બ્રિગેટ ડિરેક્ટ કરી રહી હતી. પ્રપોઝ બાદ મૈક્રોનના પરિવારજનોએ બ્રિગેટને તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું. ઉત્તરી ફ્રાન્સના એમિયેઝ શહેરમાં 13 એપ્રિલ 1953ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં બ્રિગેટનો જન્મ થયો હતો. સાત ભાઇ-બહેનોમાં બ્રિગેટ સૌથી નાના છે.
તમને જાણીને નવાઇ લાગશે કે 64 વર્ષીય બ્રિગેટ સ્કૂલમાં મૈક્રોનની ડ્રામા ટીચર હતી અને તે સમયે મૈક્રોન તેમના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની ટીચર બ્રિગેટને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. મૈક્રોન તે સમયે 17 વર્ષના હતા.
પેરિસઃ ફાન્સમાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 39 વર્ષીય ઇમેન્યુઅલ મૈક્રોનને દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા છે. રવિવારે યોજાયેલા બીજા ચરણના મતદાનમાં મૈક્રોને પોતાન હરિફ ઉમેદવાર મરીન લી પેનને હાર આપી હતી. મૈક્રોનને 65.5થી 66.1 ટકા મત મળ્યા હતા.
ફ્રાન્સના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનેલા મૈક્રોનની લવસ્ટોરી પણ રસપ્રદ છે. 39 વર્ષીય મૈક્રોન પોતાનાથી 24 વર્ષ મોટી ટીચર બ્રિગેટ ટ્રોગનેક્સના પ્રેમમાં પડ્યા હતા અને બાદમાં તેમણે લગ્ન પણ કરી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -