પ્રિન્સ હેરીના લગ્નમાં ટ્રમ્પ, થેરેસા મે, ઓબામાને આમંત્રણ નહીં, જાણો શું છે કારણ
મહેમાનોનું લિસ્ટ તૈયાર કરતી વખતે બે ચીજોનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તેમાં જ્યાં લગ્ન થવાને છે તે સેંટ જોર્જ ચેપલની નાની સાઇઝનો મહત્વનો રોલ છે. અહીંયા મહેમાનોની સંખ્યા ખૂબ ઓછી રાખવી પડે તેમ છે. લગ્નમાં ઓછા મહેમાનોને બોલાવવાનું બીજું કારણ હાલ પ્રિન્સ હેરી રાજગાદીના સીધા ઉત્તરાધિકારી ન હોવાનું પણ કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડનઃ બ્રિટનમાં હાલ પ્રિન્સ હેરી અને તેની ગર્લફ્રેન્ડ મેગન મર્કેલના 19 મેના રોજ યોજાનારા લગ્નની ચર્ચા અને તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ લગ્નમાં સામેલ થવા માટે વિશ્વભરમાંથી અનેક મહાનુભાવો આવશે. જોકે આ શાહી લગ્નમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાના કહેવા મુજબ બ્રિટન અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને લિસ્ટમાં નહીં રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ અંગે સરકાર સાથે ચર્ચા કરવામાં આવી હતી અને શાહી રાજઘરાનાએ તેના પર ફેંસલો કર્યો છે.
વ્હાઇટ હાઉસ અને શાહી ઘરના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત ત્રણેય મહાનુભવાને લગ્નમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ લગ્નમાં કોઈ રાજકીય વ્યક્તિને બોલાવવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવે છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેની પત્ની મિશેલ ઓબામા પ્રિન્સ હેરીની નજીક માનવામાં આવે છે તેમ છતાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -