US પછી આ દેશે પાંચ મુસ્લિમ દેશો પર મૂક્યો પ્રતિબંધ, પાકિસ્તાન પણ યાદીમાં સામેલ
ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ પણ કુવૈતે સિરિયામાંથી આવતા નાગરિકો પર તો પ્રતિબંધ મૂકી જ દીધો હતો. હવે તેણે તેમાં પાકિસ્તાન સહિત બીજા ચાર દેશોનો ઉમેરો કર્યો છે. અગાઉ કુવૈતે સીરિયામાં ૨૦૧૧માં સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે ત્યાંથી આવતા તમામ નાગરિકોના વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાત મુસ્લિમ દેશોના રહેવાસીઓને અમેરિકાએ તેના દેશમાં પ્રવેશવા પર થોડીક રાહત આપી છે. હવે આ દેશોના લોકો પાસે ગ્રીન કાર્ડ હશે તેઓ અમેરિકા આવી શકશે. હાલમાં અમેરિકાએ આ દેશોના રહેવાસીઓ પર ત્રણ મહિના સુધી પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સીન સ્પાઇસરે કહ્યું હતું કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સને તેમની મરજી મુજબ અમેરિકામાં જવાની અને છોડવાની પરવાનગી આપવામાં આવી છે.
દરમિયાન ડ્રમ્પે બુધવારે ફરી સ્પષ્ટ કર્યું હતું કે તેમનો નિર્ણય યોગ્ય છે કે નહીં તેની ચર્ચા કરો કે ન કરો અને તેને પ્રતિબંધનું નામ આપો કે ન આપો, પણ હકીકત એ છે કે ખરાબ લોકોને અમેરિકાની બહાર રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પે વિશ્વભરના શરણાર્થીઓ પર ૧૨૦ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે અને જ્યાંથી આતંકવાદીઓ ઘુસી શકે છે તેવા સાત દેશોના તમામ ઈમિગ્રન્ટ્સને ૯૦ દિવસ માટે અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં ઈરાક, સીરિયા, ઈરાન, સુદાન, લિબિયા, સોમાલિયા અને યમનનો સમાવેશ છે.
કુવૈતમાં વર્ષ ૨૦૧૫માં શિયા મસ્જિદમાં આતંકવાદીઓના એક જૂથે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૨૭ નાગરિકોનાં મોત થયા હતા. કુવૈત ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ(GCC)નું સભ્ય છે. જીસીસી અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે કુવૈત પીસાઈ રહ્યું છે. જીસીસીની સુરક્ષાની જવાબદારી ૧૯૯૦ના દાયકાથી અમેરિકા જોઈ રહ્યું છે.
સ્પુતનિક ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ કુવૈતની સરકારે કહ્યું છે કે પ્રતિબંધ મૂકાયો છે તે દેશોના નાગરિકોએ કુવૈતના વિઝા માટે અરજી ન કરવી. કારણ કે તેને ચિંતા છે કે આ દેશોમાંથી આવતા નાગરિકોની સાથે કટ્ટરવાદી આતંકવાદીઓ પણ ઘૂસી શકે છે.
કુવૈત સિટીઃ અમેરિકાની જેમ જ કુવૈતે પણ પાંચ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશના નાગરિકોને વીઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધી છો. ખાસ વાત એ છે કે, કુવૈતના પ્રતિબંધિત દેશોનીયાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ પાંચ દેશોમાં સીરિયા, ઇરાક, પાકિસ્તાન, અફખાનિસ્તાન અને ઈરાન સામેલ છે. નોંધપાત્ર બાબત છે કે ૧૯૯૦ના દાયકામાં ઈરાક-કુવૈત યુદ્ધ વખતે અમેરિકાએ કુવૈતની તરફેણ કરી હતી અને ઈરાક પર આક્રમણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -