સિંગાપુરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થઈ ઐતિહાસિક મુલાકાત, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખુદ કિમ જોંગ ઉને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગને કહ્યું કે, અમેરિકા અને ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતને સમગ્ર વિશ્વ જોઈ રહ્યં છે. જ્યારે મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સતત કિમ સાથેની પોતાની મુલાકાતને લઈને ટ્વીટ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, સિંગાપુર આવવું મહત્ત્વપૂર્ણ છે, વાતાવરણમાં ઉત્સાહ છે. મુલાકાતની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
આ મુલાકાતમાં કોઈ કમી ન રહે માટે મંજબાન સિંગાપુરે પણ જોરદાર તૈયારી કરી છે. આ તૈયારી કેટલી જરબદસ્ત તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ભારતીય રૂપિયામાં તેના પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.
ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની વચ્ચે પરમાણું નિશસ્ત્રીકરણના પ્રયત્ન, શાંતિના મામલે વાતચીત થવાની શક્યતા છે. ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની વચ્ચે પરમાણું પરીક્ષણને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં સિંગાપુરની ધરતી પર થયેલ મુલાકાત પર બધાની નજર ટકેલી હતી.
સિંગાપુરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સિંગાપુરની હોટલ કૈપેલામાં ઐતિહાસીક મુલાકાત કરી. બન્નેએ હાથ મિલાવ્યા બાદ ચર્ચા શરૂ થઈ. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન અલગ અલગ હોટલથી સેંતોસા આઈસલેન્ડ સ્થિત કૈપેલા હોટલ પહોંચ્યા. બન્નેના કાફલામાં અનેક ગાડીઓ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -