નવવધુને તૈયાર થવામાં મોડું થયું ને દુલ્હાએ ભર્યું આઘાતજનક પગલું, જાણો વિગત
રિસેપ્શન માટે આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા ત્યાં સુધી દુલ્હો તેની રાહ જોતો રહ્યો હતો. આખરે તેની ધીરજનો અંત આવી ગયો હતો અને નિકોલાને જોઈ રિસેપ્શનમાં જ ડેરેને તેને છૂટી કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોઈતાં ફૂલ ન આવી શક્યાં અને તેની એક બ્રાઈડસ મેઈડ પણ છેલ્લી ઘડી ગાયબ થઈ ગઈ હતી. આ બધાંને મેનેજ કરીને લગ્નના સ્થળ પર પહોંચતાં નિકોલાને એટલી વાર લાગી કે લગ્નનો સમય વીતી ગયો હતો.
નિકોલા અને ડેરેને લગ્નની આગલી રાતે વેડિંગનું આખું રિહર્સલ પણ કર્યું હતું જે પરફેક્ટ હતું. પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે વેડિંગ માટે તૈયાર થઈને નીકળવાનું હતું ત્યારે મેકઅપમાં ધબડકો થઈ ગયો હતો.
તેઓ પોતાનાં લગ્ન માટે એટલાં બધાં ઉત્સાહી હતાં કે તેઓ છેલ્લા સાત મહિનાથી લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતાં અને આ માટે તેમણે 12,000 પાઉન્ડ એટલે કે લગભગ 11 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
નિકોલા અને ડેરેન 2014માં ઓનલાઈન મળ્યાં હતાં. ઓનલાઈન મળ્યાં પછી બંન્ને એકબીજાને મળતાં હતા પછી બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો. સમય વિતાવ્યા પછી બંન્નેએ લગ્ન કરવાનું વિચાર્યું હતું.
નિકોલા ટોહી જ્યારે તૈયાર થઈને લગ્નના સ્થળ પર પહોંચી ત્યારે રિસેપ્શનનો સમય શરૂ થઈ ગયો હતો અને નિકોલાની એટલી બધી મોડી આવી કે તેનો ફિયાન્સ ડેરેન ફેર્ને એટલો બધો ગુસ્સે ભરાયેલો હતો કે તે પોતાની ભાવિ પત્નીને ત્યાં જ છોડીને જતો રહ્યો હતો.
લંડન: લગ્ન માટે પાર્લરમાં તૈયાર થવા ગયેલી દુલ્હન મોટા ભાગે મોડી પડતી હોય છે, કારણ કે દુલ્હનને સજવામાં વાર લાગતી હોય છે. તો આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડના એસેક્સ પ્રાંતના હોર્નચર્ચ ટાઉનમાં બન્યો છે. હોર્નચર્ચ ટાઉનમાં રહેતી નિકોલા ટોહી નામની 46 વર્ષની મહિલા પોતાના લગ્નના દિવસે એટલી બધી ગરબડમાં ફસાઈ ગઈ હતી કે તે પોતાનાં લગ્નનો સમય પૂરો થઈ ગયો ત્યાં સુધી પોતાના લગ્નમાં પહોંચી શકી નહોતી. તેથી તેના ભાવિ પતિએ તેની સાથેના લગ્ન સંબંધો જ તોડી નાખ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -