1900 કરોડના ખર્ચમાં બન્યું છે વિશ્વનું સૌથી વિશાળ વિમાન, જાણો શું છે ખાસિયત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વીથી નજીકની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવાનો બિઝનેસ 2015માં અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો હતો.
2011માં શરૂઆતમાં તેનો અંદાજીત ખર્ચ 300 મિલિયન ડોલર ગણાવવામાં આવ્યો હતો. કેલિફોર્નિયામાં મોજેવમાં આવેલ હેન્ગરમાં આ પ્લેન એરક્રાફ્ટ પ્રથમ વખત જોવા મળ્યું, જેના વિંગ ફુટબોલના મેદાનથી પણ મોટા છે.
હવામાં જ લોન્ચ વ્હીકલ બૂસ્ટર શરૂ થશે અને તે યોગ્ય ભ્રમણ કક્ષામાં ગોઠવાશે.
આ વિમાન ચોક્કસ ઊંચાઇ પહોંચ્યા પછી લોન્ચ વ્હીકલને છોડી દેશે.
સ્ટ્રેટુલોન્ચની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી તેની બોડીના બે ભાગ વચ્ચે રોકેટ્સને લઇ જવાય.
2011માં શરૂ થયેલા પ્રોજેક્ટની કિંમત તે સમયે અંદાજે 2,000 કરોડ આંકવામાં આવી હતી, પરંતુ હાલમાં પ્રોજેક્ટના ખર્ચને લગતી વિગતો જાહેર કરવામાં આવી નથી.
385 ફૂટ જેટલી વિશાળ પાંખ ધરાવે છે આ એરક્રાફ્ટ. રશિયાના સોવિયત યુગના સૌથી વિશાળ વિમાન એન્ટોનોવ એન-225 કરતાં પણ આ વિમાન વધારે મોટું છે.
28 વ્હીલવાળા આ પ્લેનમાં 6 એન્ડિન લાગેલ છે, જે તમામ 747 એરક્રાફ્ટના છે. બે કોકપિટવાળા આ પ્લેનની ઉંચાઈ 50 ફુટ છે.
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલન એલને સૌથી મોટું એરક્રાફ્ટ વિશ્વની સામે રજૂ કર્યું છે. તેને એલનની એરોસ્પેસ ફર્મે તૈયાર કર્યું છે. સ્ટ્રેટોલોન્ચ એક એરક્રાફ્ટ છે, જેને બે ભાગમાં વહેંચાયેલ એરક્રાફ્ટની બોડીની વચ્ચે રોકેટને લઈને જવાની દૃષ્ટિએતૈયાર ડિઝાઈન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -