ટ્રમ્પે મિસ યુનિવર્સ સાથે સંબંધ બાંધવા કર્યો પ્રયત્ન, પછી શું થયું?
એક્સ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પણ એક ટેલિવિઝન શોમાં ટ્રમ્પ સાથે વર્ષ 2006માં અફેર હોવાનો દાવો કર્યો છે. યુએસ પ્રોગ્રામની 60 મિનિટમાં તેણે કહ્યું હતું કે, તેના અને ટ્રમ્પના વન નાઇટ સ્ટેન્ડ દરમિયાન ટ્રમ્પે કોન્ડોમનો ઉપયોગ કર્યો નહતો. એટલું જ નહીં, 2011માં લાસ વેગાસમાં તેને ટ્રમ્પના નામે ધમકી પણ અપાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલિસિયાએ ટ્રમ્પને રંગભેદવાળા વ્યક્તિ કહ્યા હતા. તેણે કહ્યું કે, મને ઇટિંગ ડિસ્ઓર્ડર થઇ ગયું કારણ કે 'પાવરફૂલ વ્યક્તિ' (ટ્રમ્પ)એ મને મેદસ્વી કહી હતી. ટ્રમ્પે મચાડોને સૌથી ખરાબ મિસ યુનિવર્સ ગણાવી હતી અને તેને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે તેવું પણ કહ્યું હતું.
એસિલિયાએ શોમાં કહ્યું કે, તે હાલના સમયમાં બ્યુટી કોમ્પિટિશનમાં સાઇન કરાતા કોન્ટ્રાક્ટની વિરોધી છે. તેણે ટ્રમ્પ સાથેના સંબંધો પર કહ્યું કે, ના હું તેઓને એક વ્યક્તિ તરીકે ઓળખતી હતી. આ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ છે.તેઓએ અનેક વખત સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા.
ટેલિવિઝનમાં શોમાં તેણે કહ્યું કે, ટ્રમ્પે તેને 'મિસ પિગિ' કહીને સંબોધી હતી. મિસ યુનિવર્સ ટાઇટલ બાદ તેનું વજન વધી ગયું હતું. જ્યારે 'મિસ હાઉસકિપિંગ' કહીને પણ તેને બોલાવાતી કારણ કે તે વેનેઝૂએલામાં જન્મી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને એલિસિયા મચાડો યુએસ પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન સામસામે આવી ગયા હતા. કારણ કે, એલિયિસાએ ડેમોક્રેટ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કર્યો હતો. 41 વર્ષીય એલિસિયા હવે યુએસની સિટિઝનશિપ ધરાવે છે.
અમેરિકન સ્પેનિશ-લેંગ્વેજના એક શો દરમિયાન મચાડોએ કહ્યું કે, તે ટ્રમ્પની 'ગિનિ પિગ' તરીકે ઓળખાતી હતી. એલિસિયા મચાડોએ 1996માં મિસ વેનેઝૂએલાનું ટાઇટલ જીત્યું હતું. ત્યાર પછીના વર્ષે ટ્રમ્પની મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનની તે ગિનિ પિગ બની ગઇ.
વેનેઝૂએલાઃ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એલિસિયા મચાડોએ દાવો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે શારિરીક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વેનેઝૂએલાની મચાડોએ કહ્યું કે, તે યુએસ પ્રેસિડન્ટને ખૂબ જ સારી રીતે ઓળખે છે, પરંતુ તેની ઓફરને એલિસિયાએ નકારી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -