પાકિસ્તાનમાં સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, 11 જવાનોના મોત
સેનાના અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં એક સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન ઉર્ફે જવાબદારી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પાકિસ્તાના ઉત્તર-પશ્ચિમમાં સ્વાત જિલ્લામાં સ્તિથ એક સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલા થતા 11 પાકિસ્તાની જવાનોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ અનુસાર આ આ આત્મઘાતી હુમલો તાલિબાનના એક સ્થાનીય જૂથના નિયંત્રણવાળા વિસ્તારમાં થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે સ્વાતમાં સ્થિત ચોકીમાં આવેલા સ્પોર્ટ યૂનિટમાં જવાનો શનિવારે સાંજે વૉલીબોલ રમી રહ્યાં હતા. ત્યારે અચાનક એક આત્મઘાતી હુમલાવરે ત્યાં ઘુસીને પોતાની જાતને બોમથી ઉડાવી દીધો હતો. હુમલાના સમયે સામાન્ય નાગરિક પણ વોલીબોલ મેચ નિહાળી રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -