ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
આ ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યોની સાથે સાથે મુસ્લિમ દેશોના એમ્બેસ્ડર અને સેનેટર સામેલ થતા હતા. આ વખતે ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપવાની જગ્યાએ માત્ર શુભકામનાઓ આપીને દાયકા જૂની પરંપરા તોડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રમજાનના અવસર પર એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વ્હાઈટ હાઉસમાં હવે ઇફ્તાર પાર્ટીનું આયોજન નહીં થાય. વિતેલા 20 વર્ષથી ચાલતી આ પરંપરાને ડોનાલ્ડ ટ્રમ્પે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. એક બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલનાનિયા ટ્રમ્પે ઈદની શુભકામનાઓ આપી તો બીજી બાજુ રાષ્ટ્રપતિના આ નિર્ણયથી લોકો હેરાન છે.
તમને જણાવીએ કે વર્ષ 1996થી આ પરંપરા ચાલતી આવી હતી અને દર વર્ષે વ્હાઇટ હાઉસમાં મુસલમાનો માટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવતું હતું. સૌથી પહેલા તેની શરૂઆત કરનાર રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હતા અને ત્યાર બાદ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ તેને જાળવી રાખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -