PAKની સૂફી દરગાહ પર ISISનો આત્મઘાતી હુમલો, 100થી વધુનાં મોત
એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર કરાંચીથી 280 કિ.મી દૂર આવેલું છે. આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી નજીકમાં 40 કિ.મી. દૂર હોસ્પિટલ આવેલી છે. આ દરગાહ સિંધના ચિફ મિનિસ્ટર સૈયદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. શાહે કહ્યું કે અને જામશોરો, નવાબશાહ અને હૈદરાબાદથી ડૉક્ટરોને સહવાન વિસ્તારમાં મોકલ્યા હતા. આખા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહઓ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલીએ જણાવ્યું કે સૈન્ય પાસેથી તે વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરાવવાનો આગ્રહ કરાયો છે. તેમણે કહ્યું કે સૈન્યના હેલિકોપ્ટરોથી ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે. આ વિસ્તાર મોટા શહેરથી ખૂબ દૂર છે, તેથી રાહત કાર્યમાં મુશ્કેલી થઈ રહી છે.
હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું કે શાહ કલંદરની દરગાહ હૈદરાબાદથી અંદાજે 130 કિ.મી. દૂરના વિસ્તારમાં છે, ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તથા અન્ય ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહથી મોકલાઈ છે. આ વિસ્તારોની હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે.
હુમલા સમયે દરગાહના વિશાળ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ બધા ત્રાસવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક આત્મઘાતી હુમલાખોરે પહેલા ડર ફેલાવવા માટે દરગાહના ગોલ્ડન ગેટથી એક હાથગોળો ફેંક્યો જે ફાટ્યો નહીં.
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાનમાં આવેલ લાલ શારબાજ કલંદર દરગાહની અંદર આજે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં એક સપ્તાહની અંદર આ પાંચમો આતંકી હૂમલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -