પાકિસ્તાનમાં આ હિન્દુ મહિલાએ રચ્યો ઇતિહાસ, જાણો વિગત
કૃષ્ણા જ્યારે 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે 16 વર્ષની વયે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. લગ્નબાદ પણ તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. લગ્ન બાદ 2005માં સામાજિક કામ શરૂ કરી દીધું હતું. 2007માં ઇસ્લામાબાદમાં આયોજિત માનવાધિકાર નેતૃત્વ શિબિરમાં તેની પસંદગી થઈ હતી. 2013માં તેણે સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાહોરઃ પાકિસ્તાનના સિંધ પ્રાતના થારમાં રહેતી કૃષ્ણા કુમારી કોહલીએ સેનેટર બનીને ઈતિહાસ રચી દીધો છે. તે મુસ્લિમ દેશમાં પ્રથમ હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)એ આ વાતની જાણકારી આપી છે.
કૃષ્ણા કુમારીએ તેના ભાઇ સાથે સામાજિક કાર્યકર્તા તરીકે પીપીપી જોડાઈ હતી. થોડા દિવસો બાદ તેના ભાઈને યુનિયન કાઉન્સિલ બેરાનોના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી. કૃષ્ણાએ પછાત અને નિઃસહાય લોકોના અધિકાર માટે લડતી રહી.
કૃષ્ણા કુમારી કોહલીનો જન્મ 1979માં નગરપારકર જિલ્લાના એક ગામમાં ગરીબ પરિવારમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલી કૃષ્ણાના પિતા ખેડૂત હતા. કૃષ્ણા અને તેના પરિવારને બાળપણમાં બંધક બનાવી લેવાયા હતા અને ત્રણ વર્ષ સુધી બંધક મજૂરી કરાવવામાં આવી હતી.
કૃષ્ણા સામે કુલ 12 ઉમેદવાર મેદાનમાં હતા, જેને હરાવીને તે સેનેટમાં પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -