પાકિસ્તાનના પોલીસ અધિકારીને અનિલ કપૂરનો ડાયલોગ બોલવો પડ્યો મોંઘો, થયો સસ્પેન્ડ, જાણો વિગત
અરશદના વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની નજર તેના પર પડી હતી. જે બાદ પાકપટ્ટાનના જિલ્લા પોલીસ અધિકારી મારિક મહમૂદે અરશદને સસ્પેન્ડ કરી દીધો અને આ મામલાની તપાસ માટે પંચની નિમણૂક કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વીડિયોમાં તે 2013માં આવેલી બોલીવુડ ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’નો એક જાણીતો ડાયલોગ ‘દો વક્ત કી રોટી ખાતા હું, પાંચ વક્તની નમાઝ પઢતા હું....ઈસસે જ્યાદા મેરી જરૂરત નહીં ઔર મુજે ખરીદને કી તેરી ઔકાત નહીં’ એમ બોલી રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં તે એક મહિલા સાથે ડાન્સ કરતો નજરે પડે છે.
લાહોરઃ બોલીવુડના જાણીતા અભિનેતા અનિલ કપૂરનો ડાયલોગ બોલવો પાકિસ્તાનના પોલીસ અધિકારીને ભારે પડ્યો છે. જેના કારણે તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પાકપટ્ટાનના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર અરશદના બે વીડિયો વાયરલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -