કોસ્ટા રિકામાં પ્લેન ક્રેશ થતાં 12ના મોત, એકજ પરિવારના પાંચ લોકો ભડથું
કોસ્ટા રિકાઃ અમેરિકાના કોસ્ટા રિકામાં પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે રવિવારે ઉત્તર પશ્ચિમ કોસ્ટા રિકામાં 12 લોકોને લઇને જનારું એક પ્લેન જંગલીય વિસ્તારમાં એકાએક દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું જેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. જોકે, પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તે હજુ સુધી જાણી શકાયુ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દૂર્ઘટના બાદ પોલીસે આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે.
કોસ્ટા રિકા સુરક્ષામંત્રી ગુસ્તાવોએ કહ્યું કે, કોઇ પણ જીવિત નથી. તેમને કહ્યું કે કુલ સંખ્યા અને પીડિતોની ઓળખ કરવા માટે ઓટોપ્સીની જરૂર પડશે કેમકે તેમના અવશેષ એકદમ ખરાબ રીતે સળગી ગયા છે.
પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં કુલ મૃતકોમાં 10 અમેરિકન હોવાનું પણ સામે આવ્યું છે, બીજીબાજુ દૂર્ઘટનામાં એકજ પરિવારના 5 લોકોના પણ મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -