વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકોમાં મોદી 9મા ક્રમે, જાણો કોણ છે ટોપ પર
ફોર્બ્સ મેગેઝિને કહ્યું છે કે ભારતના વડાપ્રધાન ૧.૩ અબજ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. મોદીએ તાજેતરના વર્ષોમાં બરાક ઓબામા અને શી જિનપિંગ સાથે મુલાકાત દ્વારા વૈશ્વિક નેતા તરીકે તેમના પ્રોફાઈલમાં સુધારો કર્યો છે. વિશ્વસ્તર પર ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને હલ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. મેગેઝિને મોદી દ્વારા ગયા મહિને ઓચિંતા જ નોટબંધીના લેવાયેલા નિર્ણયની પણ નોંધ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂયોર્કઃ પ્રતિષ્ઠિત ફોર્બ્સ સામયિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકની યાદીમાં સામેલ કર્યા છે. વિશ્વની સૌથી શક્તિશાળી 74 લોકોની યાદીમાં પીએમ મોદી નવમાં સ્થાન પર છે. ફોર્બ્સે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી 1.3 અબજની જનસંખ્યા ધરાવતા દેશમાં આજે પણ ઘણાં લોકપ્રિય છે.
સૌથી શક્તિશાળી લોકોની આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૩૮મા ક્રમ પર છે. ફોર્બ્સની કુલ ૭૪ લોકોની આ યાદીમાં ઓબામા ૪૮મા ક્રમ પર, માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાડેલા ૫૧મા ક્રમ પર છે. માઈક્રોસોફ્ટના હસ્થાપક બિલ ગેટ્સ સાતમા ક્રમે, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ૧૦મા ક્રમ પર છે. આઈએસઆઈએસનો નેતા અબુ બક્ર અલ-બગદાદી ૫૭મા ક્રમે છે.
આ યાદીમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સતત ચોથા વર્ષે ટોચના ક્રમ પર રહ્યા છે. બીજા ક્રમ પર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જર્મનીના એન્જેલા મર્કેલ ત્રીજા ક્રમે અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ચોથા ક્રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -