અમેરિકા પર બદલાની કાર્યવાહી, રશિયાએ 60 રાજદૂતોને હાંકી કાઢ્યા, કૉન્સ્યૂલેટ પણ બંધ
ઘટના એવી છે કે, બ્રિટનમાં પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ (66) પર 4 માર્ચે કેમિકલ એટેક થયો, તે પછી તે અને તેની પુત્રી યુલિયા (33) બ્રિટનની હૉસ્પીટલમાં ભરતી છે, તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ખરેખરમાં રશિયાએ સ્ક્રિપલ પર રશિયન ગુપ્તચર માહિતીઓ બ્રિટીશ ગુપ્તચર સંસ્થા એમઆઇ 6 ને વેચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેને 13 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા, બ્રિટન અને રશિયાની વચ્ચે 2010 માં થયેલા કરાર બાદ સ્ક્રિપલ પોતાના પરિવાર સાથે બ્રિટન આવી ગયા હતા. પૂર્વ રશિયન જાસૂસ અને તેમની પુત્રીએ બ્રિટનની નાગરિકતા લઇ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના ઈમરજન્સી સેશનમાં બુધવારે અમેરિકાના એમ્બેસેડર નિકી હેલીએ કહ્યું હતું કે, બ્રિટનમાં બે લોકોને ઝેર આપીને મારવા પાછળ અમેરિકા રશિયાને જવાબદાર માને છે. જો આપણે આવી ઘટનાઓને રોકવા માટે કોઈ યોગ્ય પગલાં ન ભર્યાં તો સેલ્સબરી અંતિમ જગ્યા નહીં હોય જ્યાં રાસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ બ્રિટનના પૂર્વ જાસૂસ અને તેની દીકરીને ઝેર દેવાના મામલે રશિયાને જવાબદાર ગણાવ્યું છે.
અમેરિકાના સ્ટેટ સ્પોક્સપર્સન નુઅર્ટે કહ્યું કે, રશિયા તે તમામ દેશો પર આવી જ ખોટી કાર્યવાહી કરવા અંગે વિચારી રહ્યું છે, જેઓએ બ્રિટનને સાથ આપ્યો છે. તેઓએ કહ્યું કે રશિયાએ અમેરિકાના રાજનાયકોને દેશ છોડવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.
અમેરિકાએ ગુરૂવારે રશિયા દ્વારા તેમના 60 રાજનાયકોને કાઢવાના મામલાના અયોગ્ય ગણાવ્યા. અમેરિકાના જણાવ્યા મુજબ, બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસને ઝેર આપવાના મામલે મોસ્કોની આ કાર્યવાહી ઠીક નથી. અમેરિકાના સ્ટેટ સ્પોક્સપર્સન હેથર નુઅર્ટે કહ્યું કે રશિયાની કાર્યવાહી અમેરિકા દ્વારા કરવામાં આવેલી યોગ્ય કાર્યવાહીના બદલે કરાયેલી ખોટી કાર્યવાહી છે.
મોસ્કોઃ રશિયાના પૂર્વ જાસૂસ પર કેમિકલ એટેકનો વિવાદ વધતો જઇ રહ્યો છે. આ મામલે અમેરિકાએ પોતાના 60 રાજદૂતોને કાઢી મુકવા પર રશિયાએ પણ એવો જ પલટવાર કર્યો છે. રશિયાએ પણ પોતાના ત્યાંથી 60 અમેરિકન રાજદૂતોને સસ્પેન્ડ કરી દીધા છે, એટલું જ નહીં જે રીતે અમેરિકાએ સિએટલમાં રશિયન દૂતવાસને બંધ કરવાનો નિર્ણય લીધો છે, ઠીક એ જ રીતે રશિયાએ પણ અમેરિકન દૂતવાસને બંધ કરવાની વાત કહી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, રશિયાએ પણ અમેરિકાના 60 રાજદૂતોને હાંકી કાઢવાની જાહેરાત કરી દીધી છે. રશિયન વિદેશ મંત્રી સર્જેઇ લાવરોવે કહ્યું કે રશિયામાં એક અમેરિકન દૂતવાસને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. જાસૂસને ઝેર આપવાના મામલે અમેરિકા સહિત યુરોપીય સંઘના કેટલાય દેશો રશિયા સામે એકજૂથ થઇ ગયા છે. અત્યાર સુધી અમેરિકા, જર્મની, ફ્રાન્સ, પૉલેન્ડ સહિતના 18 દેશોએ રશિયાના 100 થી વધુ રાજદૂતો (જાસૂસી અધિકારીઓ) ને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -