SCO સમિટઃ મોદી સામે બેઠેલા નવાઝ શરીફનાં કાનમાં પાક.ના આર્મી ઓફિસરે શું કહ્યું?
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, SCOમાં ભારત અને પાકિસ્તાનનું એકસાથે સામેલ થવું બહુ મહત્વની વાત છે. SCO મારફતે ભારત અને પાકિસ્તાન એક મંચ પર આવશે. તેનાથી બંને દેશો વચ્ચે લાંબા સમથી ચાલી રહેલા વિવાદો અને મતભેદોનો ઉકેલ લાવવામાં મદદ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ મોદી અને ચીનના પ્રેસિડન્ટ જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. બંને લીડર વચ્ચે ચીન-પાક ઇકોનોમિક કોરિડોર (CPEC) અને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (NSG)માં ભારતની મેમ્બરશિપ અંગે ચર્ચા થઇ. મોદીએ SCOમાં ભારતના સભ્યપદનું સમર્થન કરવા માટે જિનપિંગનો આભાર માન્યો હતો.
શરીફે કહ્યું કે, 'પાકિસ્તાન અને ભારત માટે આજે સારો દિવસ છે. હું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનો આભાર માનું છું કે તેમણે અમને મેમ્બર બનાવ્યા. પાકિસ્તાન SCOને સારી રીતે જાણે છે. અમે અનેક સમિટ્સમાં ભાગ લીધો છે. આપણે આવનાર પેઢી માટે ટક્કર અને દુશ્મની વગરનો માહોલ બનાવવો જોઈએ. હું ભારતને અભિનંદન પાઠવું છું કે તે પણ SCOનું સભ્ય બન્યું છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે. અમે આતંકવાદ પર ઘણાખરા અંશે કાબૂ મેળવી લીધો છે. અમે દુનિયાને બદલવામાં અમારું યોગદાન આપવા માંગીએ છીએ.'
બાદમાં નવાઝે બેઠકને સંબોધિત કરતા પાકિસ્તાનને આતંકવાદથી પીડિત ગણાવ્યું હતું. આ ઘટના બાદ એવા સવાલો ઉઠી રહ્યા છે કે અસ્તાનામાં નવાઝ શું સેનાના ઈશારે કામ કરી રહ્યા હતા? નોંધનીય છે કે પાકિસ્તાનને લઈને એવું માનવામાં આવે છે કે અહીંની સરકાર આર્મીના ઈશારે કામ કરે છે. આર્મી સતત સરકારના કામમાં હસ્તક્ષેપ કરે છે.
અસ્તાનાઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ દેશમાં હોય કે દેશ બહાર, આર્મીનો પડછાયો તેનો પીચો નથી છોડતો. કંઈક આવો જ કિસ્સો કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનમાં જોવા મળ્યો. જ્યાં નવાઝ શરીફ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. શુક્રવારે (9 જૂન)ના રોજ નવાઝ શરીફ એસસીઓ સમિટને સંબોધિત કરવાના હતા. આ પહેલા પાકના એક ઓફિસરે તેમની પાસે આવી અને તેમના કાનમાં કંઈક કહેવા લાગ્યા, પાકિસ્તાની પીએમએ આ આર્મી ઓફિસરની વાતને ધ્યાનથી સાંભલી અને આખરે હામી ભરી. બાદમાં ઓફિસર ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટા બાદ ચર્ચા છે કે શું અસ્તાનામાં પણ પાક પીએમ પોતાની મનની વાત ન કરી શક્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -