શાવના પંડ્યાએ અવકાશ યાત્રા અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
ભારતીય મીડિયામાં શાવના પંડ્યાની અવકાશ યાત્રા માટે પસંદગી અંગે અઢળક રિપોર્ટ્સ આવ્યા છે. જેમાં તેને નાસા તરફથી સ્પેસમાં જનારી ત્રીજી મહિલા તરીકે સંબોધવામાં આવી છે. જો કે 24 કલાકમાં જ શાવનાએ ફેસબુક અને ટ્વિટર પર સ્પષ્ટતા કરતી એક પોસ્ટ કરી છે. તેણે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં જે પણ મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તેમાં મારી લાયકાત અને કામ અંગે ખોટી માહિતી સામે આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પોસ્ટમાં શાવનાએ લખ્યું છે કે, આ મિશન અંગે આગળ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તે Project Possum or The PHEnOM Project સાથે સીટીઝન સાયંટીસ્ટ તરીકે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોમાંથી કોઈ પણ આ મિશન પર જાય તેવી શક્યતા હજી છે. તેનું કામ કેનેડિયન સ્પેસ એજન્સી અને નાસાથી અલગ છે. કેનેડિયન સ્પેસ એજન્સીએ એસ્ટ્રોનોટ સિલેક્શન પ્રોસેસ ચાલુ છે અને આ વર્ષેમાં તે અંગે જાહેરાત કરવામાં આવશે. હું આ સિલેક્શનનો ભાગ નથી. મેં આ પહેલા નાસા-જેહોનસન સ્પેસ સેંટરમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યુ હતું. પણ હાલ હું આ સંસ્થા સાથે કોઈ પણ રીતે સંકળાયેલી નથી.
અહેવાલોમાં ઉલ્લેખ છે કે હું એક ન્યૂરોસર્જન છું, જે પણ સાચી વાત નથી. થોડા સમય માટે હું ન્યૂરોસર્જરીમાં ટ્રેઈન થઈ છું, પણ મારી પાસે જનરલ પ્રેક્ટિસનું લાયસંસ છે. હું એક ઓપેરા સિંગર નથી. માત્ર એક વાર મેં સ્ટેજ પર ઓપેરા ગાયુ હતું, જે સારુ હતું અને હું એ ફરી વાર કરવા માગીશ. પણ હું ઓપેરા સિંગર નથી. એક વાર ગાઈ લેવાથી કોઈ સિંગર નથી બની જતું. હું એક ફિઝિયશન, સ્પિકર અને સિટીઝન સાયંટીસ્ટના રૂપે કામ કરતી રહીશ. અને આ બંને પ્રોજેક્ટ માટે કામ કરતી રહીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -