Windows xpનું આ વોલપેપર છે અસલી તસવીર, જાણો ક્યા ફોટોગ્રાફરે કરી હતી તેને ક્લિક
તેમણે કહ્યું કે, આ તસવીર કોરબિસને સ્ટોક તસવીર તરીકે વેચી હતી. અનેક વર્ષો બાદ માઈક્રોસોફ્ટના એન્જિનિયર્સે તેને ડિજિટલ રીતે એક્સપી માટે પસંદ કરી. ત્યાર બાદથી આ તસવીર અને ચાર્લ્સની ઓળખ જ બદલાઈ ગઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર્લ્સ ઓ રિયરે અંદાજે 25 વર્ષ સુધી નેશનલ જિયોગ્રાફિકની સાથે મળીને કામ કર્યું છે. પરંતુ તેમને ઓળખ મળી રસ્તામાં પોતાના મીડિયમ ફોરમેટ કેમેરેથી ખેંચવામાં આવેલ આ તસવીરથી. ઘણાંબધાનું માનવું છે કે, આ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવેલ તસવીર છે. જ્યારે ચાર્લ્સને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ પ્રકારની કોઈપણ વાતને નકારી કાઢી હતી.
ચાર્લ્સે આ તસવીર સૌથી પહેલા વર્ષ 1996માં કોરબિસ નામની એક કંપનીને મોકલી. કોરબિસ બિલ ગેટ્સની જ કંપની છે. બાદમાં આ તસવીરનો ઉપયોગ માઈક્રોસોફ્ટે 2001માં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ એક્સપીની ઓપનિંગ ઇમેજ તરીકે કર્યો. ત્યાર બાદથી આ તસવીર સમગ્ર વિશ્વમાં ઘરેઘરે ઓળખાવા લાગી.
ચાર્લ્સ અમેરિકાના નેપા ખીણમાં રહે છે. ચાર્લ્સ 1996ની જાન્યુઆરીમાં પોતાની કારથી પોતાની ગર્લફ્રેન્ડના ઘરે સેન ફ્રાન્સિસ્કો જઈ રહ્યા હતા. ત્યારે તેમણે રસ્તામાં આ નજારો જોવા મળ્યો. ચાર્લ્સે તરત જ આ દૃશ્યને પોતાના મીડિયમ ફોરમેટ કેમેરામાં કેદ કરી લીધું.
ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો એક્સપીનું સદાબહાર વોલપેપર તો તમે જોયું જ હશે. વર્ષો સુધી આ તસવીર આપણાં કોમ્પ્યૂટરની સ્ક્રીન પર આપણે જોઈ છે. ઘણાં લોકોનું માનવું છે કે, આ પિક્ચર વાસ્તવિક નથી. પરંતુ કોઈ કોમ્પ્યૂટર એડિટિંગ સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવી છે. જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખરેખર તો આ વોલપેપર અસલી તસવીર છે જે અમેરિકાના ફોટોગ્રાફર ચાર્લ્સ ઓ રિયરે પોતાના કેમેરાથી ક્લિક કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -