હવે સ્ટાઈલિશ દાઢી પર પ્રતિબંધ લગાવશે પાકિસ્તાન!, આ છે કારણ
આ પ્રસ્તાવને બહુમત સાથે પાસ કરવામાં આવ્યો છે, જેની કાર્યવાહી ડેપ્યૂટી કમિશ્નરને મોકલવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો દાઢીને લઈને મજાક કરે તેના પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રસ્તાવ રજૂ કરનાર આસિફ ખોસા અનુસાર, ફ્રેચ કટ અને બીજી અન્ય પ્રકારની નવી સ્ટાઈલવાળી દાઢી રાખવાની ઈસ્લામ અનુમતિ નથી આપતું.
આ પ્રસ્તાવ અનુસાર અલગ અલગ પ્રકારની દાઢી બનાવવું ઈસ્લામિક શિક્ષા વિરુદ્ધ છે અને તેની સાથે સુન્નાહ વિરુદ્ધ પણ છે. આ પ્રસ્તાવ દ્વારા માગ કરવામાં આવી છે કે હાલના યુવાનોમાં અલગ અલગ પ્રકારની દાઢી રાખવાનો જે રિવાજ ચાલી રહ્યો છે તે ડેપ્યૂટી કમિશ્નર તરત બંધ કરે.
ઈસ્લામાબાદ: આજે લોકો સ્ટાઈલિશ દેખાવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. ભારતમાં યુવકોમાં સ્ટાઈલિશ દેખાવા માટે દાઢી વધારાવનું ચલણ છે ત્યાંરે પાકિસ્તાનમાં સ્ટાઈલિશ દાઢી પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી છે. દાઢીની નવી નવી સ્ટાઈલને પ્રતિબંધ કરવા માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાજી ખાન જિલ્લા કાઉન્સિલે પ્રસ્તાવ પાસ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -