અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પકડીને જેલમાં ધકેલવાનું શરૂ, જાણો હવે પછી લેવાશે શું પગલાં ?
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ક્રિમિનલ્સ ગણાવ્યા છે અને તેમની સામે કડક પગલાં લેવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સૈનિકો જે દેશોમાં લડે છે તે દેશોને અમેરિકાના દુશ્મન ગણાવીને 7 મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવતો ઓર્ડર પાસ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે રાત્રે જ ડોક્યુમેન્ટ વિના રહેતા 37 ઈમિગ્રન્ટ્સને મેક્સિકો મોકલી દેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધશે ને તેમાં ભારતીયોનો પણ નંબર આવશે. અમેરિકામાં મેકિસકન સૌથી વધારે છે અને તેમના કારણે ક્રાઈમ વધ્યા છે તેથી તેમના પર વધારે તવાઈ આવશે એ નક્કી છે.
ન્યૂયોર્કમાં આઈસીઈ ઓપરેશનના હેડ ડેવિડ માર્ટિનનું કહેવું છે કે કેલિફોર્નિયા મેટ્રોપોલિસમાંથી અંદાજે 160 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી અંદાજે 75 ટકા લોકો પર પહેલા જ આરોપ હતા અને કેટલાક પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હતા. અમેરિકામાં કુલ 4.54 કરોડ ઈમિગ્રન્ટ્સ છે તેમાંથી 25 ટકા ગેરકાયદેસર રહે છે.
આ કાર્યવાહીને પગલે સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે પણ અમેરિકન સરકારના ઓફિસરોએ કહ્યું છે કે, આ રૂટીન કાર્ય છે. એજન્સીના સ્પોક્સપર્સન જેનિફર એલ્જિયાનું કહેવું છે આ કાર્યવાહી નવી વાત નથી, આ રૂટીન કામ છે, અમારી ફ્યૂઝિટિવ ઓપરેશન ટીમે કેટલાક લોકોની ધરપકડ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદના શપથ લેતાં પોતાનો 100 દિવસો એજન્ડા નક્કી કર્યો તેમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તગેડી મૂકવાની બાબતને ટોપ પ્રાયોરિટી ગણાવી હતી. તેનો અમલ કરતાં આ કાર્યવાહી શરૂ કરાઈ છે. ટ્રમ્પના કાર્યકાળમાં આ પ્રકારના દરોડા પ્રથમવાર મારવામાં આવ્યા છે.
અમેરિકામાં 1.10 કરોડ લોકો ગેરકાયદેસર રહહે છે અને તેમાં 60 લાખ મેક્સિકન છે જ્યારે 5 લાખ ભારતીયો છે. યુએસની ફેડરલ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસીઈ એજન્સીએ લોસ એન્જલસ, ન્યૂયોર્ક, શિકાગો, ઓસ્ટિન, અટલાંટા સહિત અનેક શહેરોમાં ગેરકાયદેસર રહેતા લોકોને જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી છે. સાથે સાથે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પોતપોતાના દેશોમાં ધકેલવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
વોશિંગ્ટનઃઅમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો સહિતના લોકો પર તવાઈ શરૂ થઈ ગઈ છે અને ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટના ઓફિસરોએ ડોક્યુમેન્ટ વગર રહેતા ઈમિગ્રન્ટ્સને પકડી પકડીને જેલમાં ધકેલવા માંડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -