પાકિસ્તાનનું આતંકી એકાઉન્ટ બંધ, અમેરિકાએ $255 મિલિયનની મિલિટ્રી મદદ રોકી
અમેરિકાએ વિતેલા 15 વર્ષમાં પાકિસ્તાનને આતંકવાદ રોકવા માટે 33 બિલિયન ડૉલરની મદદ કરી હતી. પીટીઆઇ સુત્રો હવાલેથી કહેવાઇ રહ્યું છે કે, અમેરિકાએ પાકિસ્તાનની 255 મિલિયન ડૉલરની સૈન્ય મદદ પર રોક લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યવાહી રાષ્ટ્રપતિ ટ્રમ્પના તે ટ્વીટ બાદ કરાઇ, જેમાં તેમને પાકિસ્તાન પર આતંકવાદને લઇને જુઠ્ઠુ બોલવા અને અમેરિકાને મુર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે, ટ્રમ્પના તે ટ્વીટ બાદ ગભરાયેલા પાકિસ્તાને આતંકવાદી હાફિઝ સઇદના સંગઠનોનું ફંડ રોકી દીધું હતું. આ સાથે અત્યારના પરિસ્થિતિને લઇને પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી હતી.
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ બાદ અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં 255 મિલિયન ડૉલરની સૈન્ય મદદ પર રોક લગાવી દીધી છે, એટલે કે હવે પાકિસ્તાનને આતંકવાદ સામેની લડાઇ માટે મળનારી રકમ નહીં મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -