Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂ યર પાર્ટીમાં ટોપલેસ મહિલા જતી હતી અને પાછળથી આવીને એક શખ્સે ના કરવાનું કરી નાખ્યું પછી શું થયું, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના પુરુષોએ વીડિયો પર કમેન્ટ કરતા મહિલાને જવાબદાર ગણાવી અને તેના ટોપલેસ થવાના કારણે છેડતી થઈ તેવું કહી રહ્યા છે. તો કેટલીક મહિલાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહિલા ટોપલેસ હોય કે નેકડ, કોઈ તેની સાથે છેડછાડનો હક નથી.
જોકે આ વીડિયોમાં દેખાઈ રહેલા લોકોની ઓળખાણ થઈ શકી નથી. અને તેનું કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી. આ ફેસ્ટિવલ ન્યુઝીલેન્ડના ગિસબોર્નમાં યોજવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયોના વાઈરલ થયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણાં લોકોએ મહિલાનો સાથ આપ્યો છે જ્યારે કેટલાકે તેને જ દોષી ગણાવી.
ફેસ્ટિવલમાં સામેલ એક શખ્સે ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને તેને ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ વીડિયો હજારો વખત જોવાઈ ચૂક્યો છે. વીડિયો મુજબ, એક મહિલા પોતાની મિત્ર સાથે ટોપલેસ થઈને જઈ રહી છે. ત્યારે પાછળથી આવીને તે શખ્સ મહિલાની જાણી જોઈને જાહેરમાં છેડતી કરે છે. જે બાદ મહિલા અને તેની મિત્ર પાછી ફરીને આરોપી શખ્સને જાહેરમાં ધોઈ નાખે છે. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો પણ સમગ્ર ઘટના જોઈ રહે છે.
ન્યુઝીલેન્ડ: નોર્થ આઈલેન્ડ પર એક ફેમસ ન્યૂ યર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપલેસ મહિલા સાથે જાણી જોઈને છેડતી કરવામાં આવી હતી. જે બાદ આ મહિલા અને તેની મિત્રએ પાછા ફરીને તે શખ્સને જાહેરમાં ધોઈ નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. રિવેલર્સ એટ રિધમ એન્ડ વાઈન્સ નામના આ ફેસ્ટિવલને દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -