ટ્રમ્પે US વિઝા માટેના નિયમો બનાવ્યા કડક, અમેરિકા જવું બનશે મુશ્કેલ
વ્યવસાય માટે વિઝા હાંસલ કરનાર પાસેથી તેમના રોજગાર અને નિવાસથી સંકળાયેલો પાછલા ૧૫ વર્ષનો રેકોર્ડ પણ માગવામાં આવશે. ઉપરાંત, પાછલા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફોન નંબર, ઇ મેઇલ આઇડી અને સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો પણ ઉપલબ્ધ કરાવવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશ સચિવ રેક્સ ડબલ્યૂ ટિલરસથી માંડીને અમેરિકાના તમામ દૂતાવાસોએ સ્ક્રૂટની વધારવા માટે કોન્સુલર અધિકારીઓને સૂચના આપી છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આકરી ચકાસણીની વાત કરી હતી. તેઓ હવે તેનું પાલન કરી રહ્યા છે. જોકે, નવા નિયમો મોટાભાગના યુરોપના દેશો સહિત ૩૮ દેશોને લાગુ નહિ પડે.
હવેથી અમેરિકામાં પ્રવાસીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ અને અમેરિકાના રહેવાસીઓના સગાં સંબંધીઓને હવે વિઝા મેળવવા માટે સલામતીના નવા પગલાં સહિત વધુ આકરા માપદંડોથી પસાર થવું પડશે. વિઝાના અરજદારોની આકરી સ્ક્રીનિંગ થશે. ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની પરેશાની તેને કારણે વધી જશે.
વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે વિશ્વભરમાં પોતાના રાજનિયક મિશનને એવા ગ્રુપની ઓળખ કરવા કહ્યું છે જે અમેરિકા વીઝા જારી કરવા માટે વધારાની તપાસની જરૂરત હોય. તેમને યૂએસ વીઝા જારી કરતાં પહેલા કડક નિયમ પ્રક્રિયા કરવાનો આદેશ પણ આપ્યા છે.
ટ્રમ્પ અવારનવાર ઇસ્લામિક કટ્ટરપંથીઓને કારણે તેમના દેશને ખતરો હોવાનું કહે છે. પરંતુ એ અસ્પષ્ટ છે કે વધારાની સલામતી માટે કોને નિશાન બનાવાશે. હવે આ નિર્ણય દરેક દૂતાવાસના સલામતી અધિકારીઓને લેવાનો રહેશે. ૨૦૧૬માં અમેરિકાએ વિદેશી મુલાકાતીઓને એક કરોડથી વધુ વીઝા જારી કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -