અમેરિકામાં ન્યૂઝપેપરની ઓફિસમાં અજાણ્યા શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત, અનેકને ગોળીઓ વાગી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતપાસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘’અમને માહિતી મળી હતી કે એક બંદૂકધારી ઇમારતની અંદર ગોળીબાર કરી રહ્યો છે. અમે તરતજ ત્યાં પહોંચ્યા અને બંદૂકધારીને પકડી લીધો હતો, ઘાયલોને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે.’’
પોલીસ અનુસાર, હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે, ફાયરિંગ કેમ કરવામાં આવી તેની હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. ન્યૂઝપેપરની ઓફિસમાં ફાયરિંગ બાદ પોલીસ તરતજ ત્યાં પહોંચી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એનાપોલિસ શહેરમાં એક ન્યૂઝપેપરની ઓફિસમાં શૂટઆઉટ થયું છે. આ ઓફિસ કેપિટલ ન્યૂઝપેપરનું છે. એનાપોલિસ શહેર વૉશિંગટનથી એક કલાકના અંતરે આવેલું છે. એક અજાણ્યો બંદૂકધારી ઓફિસમાં ઘૂસ્યો અને તેને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી, જેમાં પાંચ લોકોના મોત થઇ ચૂક્યા હતાં.
આ ઘટનાને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માહિતી આપવામાં આવી, ટ્રમ્પે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ‘’મને એનાપોલિસમાં કેપિટલ ન્યૂઝપેપરની ઓફિસમાં ફાયરિંગ વિશે બતાવવામાં આવ્યું, પીડિત અને તેમના પરિવારની સાથે મારી સંવેદનાઓ છે’’
મેરીલેન્ડઃ અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે એક ન્યૂઝપેપરની ઓફિસને નિશાન બનાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -