વિજય માલ્યાને વધુ એક ઝટકો, UKમાં કિંગફિશર કેસ હાર્યું, ચુકવવા પડશે 579 કરોડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસબંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલો હતો. વિજય માલ્યાની કંપની સામે સિંગાપુરની બીઓસી એવિએશન નામની કંપનીએ કેસ કર્યો હતો. અહેવાલો મુજબ, મામલો 2014નો છે, ત્યારે કિંગફિશે બીઓસીના કેટલાક પ્લેન લીઝ પર લીધા હતા.
લંડન: ભારતમાં કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમની કિંગફિશર એરલાઈન્સ યુકેમાં એક કેસ હારી ગઈ છે. તેમાં તેમણે એક કંપનીને 90 મિલિયન ડોલર લગભગ 579 કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવા કહેવામાં આવ્યું છે.
બીઓસી એવિએશન અને કિંગફિશર એરલાઈન્સની વચ્ચે આ મામલો લીઝ અગ્રીમેન્ટને લઈને હતો. બંને વચ્ચે ચાર પ્લેન માટે ડીલ થઈ હતી, જેમાંથી ત્રણ ડિલિવર કરી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, માલ્યા પર ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. બીઓસી એવિએશન સિંગાપુર અને બીઓસી એવિએશન આયર્લેન્ડએ આ મામલે કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બ્રૂવરિઝનું નામ લીધું હતું. યુનાઈટેડ બ્રૂવરિઝમાં પણ માલ્યાની મોટી ભાગીદારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -