વિન્ટર ઓલિમ્પિકઃ કોરિયન યુવતીનો ડ્રેસ વચ્ચે જ નીકળી ગયો ને મુકાઈ શરમજનક સ્થિતિમાં, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુરા દ.કોરિયા અને અમેરિકા બંનેની સિટિઝનશિપ ધરાવે છે. આ મહિનાના અંતે ફરી એકવાર આ જોડી અન્ય 10 જોડી સાથે પોતાનું પરફોર્મન્સ આપશે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ ટેસા વર્ચ્યુ અને સ્કોટ મોઈરે 80.51 પોઈન્ટ સાથે પોતાના નામે કર્યું હતું.
જોકે તેણે પોતાના પરફોર્મન્સ બાદ ટ્વિટ કરીને પ્રેક્ષકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ચાલુ પરફોર્મન્સમાં મારી સાથે વોર્ડરોબ માલફંક્શન છતાં તમે બધાંએ અમને ખૂબ જ શાંતિપૂર્વક સાથ આપ્યો અને અમારું પરફોર્મન્સ તમારા કારણે જ પૂરું થઈ શક્યું માટે થેન્ક યુ.
પોતાના સમગ્ર પરફોર્મન્સમાં આ ઘટનાથી માત્ર 1 મિનિટ માટે જ તે અટકી હતી અને તેણે કહ્યું હતું કે, હું સાઈડ બાય સાઈડ સ્પિન કરતી હતી ત્યારે હુક તુટી ગયો હોવાથી તે નીચે ઉતરી જતું હતું માટે મારે અટકવું પડ્યું હતું.
તેણે બાદમાં મીડિયાને કહ્યું હતું કે, કોઈક કારણોસર તેણે પરફોર્મન્સ શરૂ કર્યાના થોડી સેકન્ડમાં જ તેનો હુક ખેંચાયો હતો અને તુટી ગયો હતો. જ્યારે આ દરેક સ્ટેપ તેના રૂટિન સ્ટેપ છે અને આ જ પ્રકારના ટોપમાં તે આ સ્ટેપ કરે છે.
યુરા તેના પાર્ટનર એલેક્ઝાંડર ગેમલિન સાથે આઈસ ફિગર સ્કેટિંગનું પરફોર્મન્સ આપી રહી હતી. ત્યારે દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમાં અચાનક જ તેના રેડ ટોપનો હુંક તૂટી ગયો હતો અને તેના કારણે તે ઓલમોસ્ટ હાફ ન્યૂડ જેવી સ્થિતિમાં આવી જાય તેવું લાગી રહ્યું હતું. જોકે તેણે ખૂબ જ સફળપૂર્વક બાજી સંભાળી લીધી હતી અને પોતાનું પરફોર્મન્સ આગળ ચાલું રાખ્યું હતું.
હાલ સાઉથ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિક ચાલી રહ્યું છે. વિશ્વભરના દેશોના ખેલાડીઓ જુદી જુદી કરતબો કરીને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી રહ્યા છે. ત્યારે ફિગર સ્કેટિંગની સ્પર્ધામાં ભાગ લઈ રહેલી દક્ષિણ કોરિયાની 22 વર્ષીય યુરા મિન ચાલુ પરફોર્મન્સમાં વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -