તુર્કીના ફૂટબૉલ ક્બલે 18 ખેલાડીઓ વેચીને ખરીદી 10 બકરીઓ, જાણો કેમ ભર્યુ આ વિચિત્ર પગલુ
બાયુક્લેબ્લેબે વધુમાં જણાવ્યું કે, જો યોજના સફળ રહી તો ક્લબ વધુ બકરીઓ ખરીદવાનો વિચાર કરશે, યોજના અંતર્ગત ક્લબ દ્વારા આગામી 6 વર્ષમાં 140 બકરીઓ ખરીદવામાં આવશે. ગલ્સપૉર તુર્કીના સૌથી જુના ફૂટબૉલ ક્બલમાનું એક છે. આની સ્પાપના 1954 માં થઇ હતી, આ સ્પાર્ટા શહેર સાથે જોડાયેલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્લબના અધ્યક્ષ કેનન બાયુક્લેબ્લેબે આમ કરવા પાછળનુ કારણ આપતા જણાવ્યું કે, તેમનું ફૂટબૉલ ક્લબ છેલ્લા કેટલાય સમયથી ફંડની કમી સામે ઝઝૂમી રહ્યું છે. તેમને સરકાર તરફથી કોઇ જ મદદ નથી મળી રહી. ઉપરાંત કોઇ લીગમાં રમવા માટે સ્પૉન્સરશીપ પણ નથી મળી રહી. આવામાં અમે બકરીઓ ખરીદવાનો નિર્ણય લીધો છે.
બાયુક્લેબ્લેબે જણાવ્યું કે 18 ખેલાડીઓ વેચ્યા બાદ તેમના ક્બલને 18 હજાર લીરા (1.81 લાખ રૂપિયા)ની આવક થઇ, આનાથી 10 બકરીઓ ખરીદવામાં આવી છે. હવે આ બકરીઓનું દૂધ વેચીને ક્બલને દર મહિને પાંચ હજાર લીરા (60 હજાર રૂપિયા)ની કમાણી થશે. આનાથી ક્લબનું દેવું ઓછુ કરવામાં મદદ મળશે.
બાયુક્લેબ્લેબ અનુસાર, તેમના ક્બલને હાલ પૈસાની ખુબ જરૂરિયાત છે. ક્લબ પર મોટું દેવું છે અને તે સતત વધી રહ્યું છે. કોઇપણ કોર્પોરેટર ગ્રુપ મદદ માટે આગળ નથી આવતુ. ટીમના ખેલાડીઓ માટે પણ પૈસાની જરૂર છે.
અંકારાઃ તુર્કીના ગલ્સપૉર ફૂટબૉલ ક્બલે 10 બકરીઓ ખરીદી માટે પોતાના 18 ખેલાડીઓને બીજા ક્બલને વેચી દેવાની વિચિત્ર ઘટના સામે આવી છે. ક્લબ મેનેજમેન્ટનું આ પગલુ ભરવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. તેમનુ માનવું છે કે આ નિર્ણયથી તેમને ઇન્કમમાં વધારો થશે, જેથી તેમની ક્લબની જરૂરિયાતો પણ પુરી થઇ શકશે. એટલું જ નહીં સાથે બાકીના ખેલાડીઓના ખર્ચને પણ આસાનીથી પહોંચી વળાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -