બર્ફીલા તોફાનથી અમેરિકા ઠપ, રોડ પર 1 ફૂટ બરફના થર જામ્યા, 7 લોકોના મોત
અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે. હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડા દરમિયાન વિસ્તારમાં વીજળી પડવાની સખત અવાજો સંભળાયા હતા. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં 8થી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર 27,00થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે. વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં 14 ઇંચથી વધારે બરફ પડ્યો હતો. આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં લગભગ એક અઠવાડિયામાં બીજીવાર બર્ફીલા તોફાને કેર વર્તાવ્યો છે. તોફાન અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2600 ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે, એકલે ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવાઇ છે. આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા અને વાવાઝોડું ત્રાટક્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -