ફેન્સનો ઇન્તજાર થશે ખતમ, બોલિવૂડના ત્રણેય ખાન એકસાથે આ ફિલ્મમાં નજર આવી શકે છે
abpasmita.in | 06 Nov 2019 08:37 PM (IST)
બોલિવૂડના ત્રણેય ખાનને એક જ સ્ક્રીન પર જોવાનો ઇન્તજાર જલ્દીજ ખતમ થઈ શકે છે. ત્રણેય ખાન એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા નજર આવી શકે છે.
નવી દિલ્હી: સલમાન, શાહરુખ અને આમિર આ ત્રણેય ખાન એક સાથે એક ફિલ્મમાં નજર આવે તો શું થાય ? આમ તો ફેન્સ લાંબા સમયથી આ સમયથી રાહ જોઈ રહ્યાં છે કે આ ત્રણેય ખાન એક સાથે ફિલ્મમાં નજર આવે. તેમનો ઇન્તજાર હવે ખતમ થવા જઈ રહ્યો છે. ફિલ્મફેરના એક રિપોર્ટને સાચો માનવામાં આવે તો એવું જલ્દીજ થઈ શકે છે કે આ ત્રણેય ખાનને એક જ સ્ક્રીન પર જોવાનો ઇન્તજાર જલ્દીજ ખતમ થઈ શકે છે. ત્રણેય ખાન એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા નજર આવી શકે છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં ત્રણેય ખાન એકસાથે નજર આવી શકે છે. 1994માં આવેલી ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની રિમેક લાલસિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં સલમાન અને શાહરુખ મહત્વના રોલમાં નજરે પડશે. આ કોઈ કેમિયોવાળો રોલ નહી હોય પરંતુ આ પાત્રનો ફિલ્મમાં મહત્વની ભૂમિકા હશે. શાહરુખે તો આ રોલ માટે હા પાડી દીધી છે. ત્યારે હવે સલમાન ખાનની હા પાડે તેની રાહ જોવાઈ રહી છે.