Shravan Maas 2022: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શિવભક્તો આજથી પૂજા વિધિ અને ઉપવાસ કરી રહ્યાં છે. આ મહિનો ભગવાન ભોલેનાથનો મહિનો માનવામાં આવ છે અને પૃથ્વી પરના તમામ જીવો માટે આ પવિત્ર માસ છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા-અર્ચના અને વિધિ-ઉપવાસ કરવાથી મનુષ્યને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, અને સાથે સાથે માનવામાં આવે છે કે પવિત્ર શ્રાવણમાં કેટલાક કાર્યો ના કરવા જોઇએ. આ કાર્યોમાં વાળ કે દાઢી ના કપાવવાનુ પણ સામેલ છે. જાણો શું છે કારણ.
શ્રાવણ મહિનામા આ કાર્યો ના કરો -
શ્રાવણ મહિનામાં વાળ કપાવવા કે દાઢી કરાવવાને વર્જિન માનવામાં આવે છે. જો તમે શ્રાવણના ઉપવાસ કે પૂજા કરો છો, તો વાળ કે દાઢી કપાવવાથી દુર રહો. આનાથી દોષો ઉપજે છે.
નખ કાપવા કે શરીર પર તેલ માલિશ પણ ના કરો. માનવામાં આવે છે કે, આમ કરવાથી ગ્રહ દોષ લાગે છે, અને શ્રાવણનુ વ્રત પણ ફળદાળી નથી રહેતુ.
જ્યોતિષ અનુસાર, દાઢી અને વાળ કપાવવાનો નિયમ તમામ પર લાગુ નથી થતા. આ સ્વૈચ્છિક છે પરંતુ અનિવાર્ય છે.
શ્રાવણ મહિનામાં ડુંગળી, લસણ અને માંસ ક્યારેય ના ખાવુ જોઇએ.
ભોલેનાથને જળ અને બિલીપત્ર ચઢાવો તો ઉત્તમ રહેશે.
શ્રાવણ મહિના તપ અને સાધનાનો મહિનો છે એટલા માટે ભોગ વિલાસ વાળી વસ્તુઓથી દુર રહો.
શ્રાવણ મહિનામાં મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર ના લાવો.
જો તમે શિવજીના આશીર્વાદ મેળવવા માંગ છો, તે આ મહિનામાં પોતાના માતા-પિતા અને ગુરુઓનુ સન્માન કરો.
શ્રાવણ મહિનામાં પૂજા કરતી વખતે શુદ્ધતાનુ ખાસ ધ્યાન રાખો, ઘરને હંમેશા સાફ રાખો.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા