Shani Amavasya 2022 : શાસ્ત્રો અનુસાર શનિ અમાવસ્યાના દિવસે સ્નાન-દાનથી ભગવાન શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સાથે પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી પણ આ દિવસે શુભ ફળ પ્રાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વર્ષે ભાદોમાં આવતી અમાવાસ્યા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ સંયોગમાં કુંડળીમાંથી શનિ દોષ, શનિની સાડાસાતી, પનોતી દૂર કર અને ધૈયા દૂર કરવાના ઉપાય જાણી લઇએ .
શનિ અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર ભાદ્રપદની અમાવસ્યા તિથિ 27 ઓગસ્ટ શનિવારના રોજ આવી રહી છે. શનિવારે પડવાના કારણે તેને શનિશ્ચરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શનિ અમાવસ્યા તિથિનો શુભ સમય
હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદની અમાવસ્યા તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 12.24 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ઓગસ્ટ, શનિવારે બપોરે 1:47 વાગ્યે સમાપ્ત થશે. સિદ્ધ યોગ- 28મી ઓગસ્ટ સવારે 2.7 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે.આવી સ્થિતિમાં, ઉદયા તિથિની માન્યતા અનુસાર, અમાવસ્યા તિથિ શનિવારે માન્ય રહેશે.અભિજીત મુહૂર્તઃ સવારે 11.57 થી 12.48 સુધી,શિવ યોગ - 27 ઓગસ્ટના રોજ સવારે 2:11 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટના રોજ સવારે 2:6 વાગ્યા સુધી છે.
શનિ અમાવસ્યાનું મહત્વ
જ્યારે અમાવસ્યા તિથિ શનિદેવના દિવસે આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ હોય છે. આ દરમિયાન કેટલાક ખાસ કામ કરવા જોઈએ.
શનિ અમાવસ્યા પર શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવી જોઈએ.
શનિ અમાવસ્યા પર શનિદેવને કાળા તલ, સરસવનું તેલ, ફૂલ ચઢાવો.
જે લોકોને શનિ દોષ અથવા શનિ સાડાસતીની અસર હોય તેમણે શનિ સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ.
શનિ અમાવસ્યા પર ગરીબોને ભોજન આપીને અને અસહાય લોકોની મદદ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિ અમાવસ્યા પર વિશેષ ઉપાય કરો
અમાવસ્યાના દિવસે શનિ સાડાસાતી અને પનોતીની અસરને ઓછી કરવા માટે રુદ્રાક્ષની માળા સાથે 108 વાર ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો, સાથે જ સરસવના તેલનો દીવો પ્રગટાવો.
શનિ અમાવસ્યાના દિવસે દાનનું ખૂબ મહત્વ છે. તેથી આ દિવસે શનિદેવ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેથી શનિશ્ચરી અમાવસ્યાના દિવસે લોટ, ખાંડ, કાળા તલ મિક્સ કરીને કીડીઓને ખવડાવો.
શનિ અમાવસ્યાના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો. તેની સાથે સાંજે સરસવના તેલનો દીવો કરવો. તેનાથી કુંડળીમાં સાડાસાત અને પનોચીની અસર પણ ઓછી થશે.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો