Solar eclipse 2020: દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ
ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 21 Jun 2020 04:41 PM
બ્રેકગ્રાઉન્ડ
Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ...More
Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ મિનિટે થશે ગ્રહણનો સ્પર્શ અને એક વાગીને 32 મિનિટે થશે મોક્ષ. સૂર્યગ્રહણને લઈને સર્જાશે અદભૂત ખગોળિય દ્રશ્યો. સૂર્યગ્રહણને કારણે મંદિરોના કપાટ બંધ કરાયા છે.
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.