2024 Maruti Suzuki Swift: ચોથી પેઢીની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ભારતમાં 9 મે 2024ના રોજ વેચાણ માટે ઉપલબ્ધ થશે. જો કે તેનું અધિકૃત બુકિંગ હજુ શરૂ થયું નથી, કેટલીક પસંદગીની મારુતિ સુઝુકી એરેના ડીલરશીપ્સે 11,000 રૂપિયાની ટોકન રકમ માટે પ્રી-ઓર્ડર સ્વીકારવાનું શરૂ કર્યું છે. હેચબેકમાં વધુ સારી સ્ટાઇલ, વધુ ફિચર્સ અને નવું એન્જિન હશે, જે વધુ ઇંધણ કાર્યક્ષમતા સાથે આવશે.
એન્જિન
જાપાન-સ્પેક વર્ઝનની સરખામણીમાં ભારતમાં નવી 2024 મારુતિ સ્વિફ્ટમાં થોડો કૉસ્મેટિક ફેરફાર હશે. સૌથી મોટો ફેરફાર એ છે કે તે 1.2L, 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ Z-સીરીઝ પેટ્રોલ એન્જિન (કોડનેમ: Z12) સાથે ઓફર કરવામાં આવશે, જે જૂની K-સીરીઝ, 4-સિલિન્ડર એન્જિનને બદલશે. નવું એન્જિન હલકો છે અને કડક BS6 ઉત્સર્જન ધોરણો અને CAFÉ (કોર્પોરેટ સરેરાશ ઇંધણ કાર્યક્ષમતા) સ્ટેજ 2 ના ધોરણોને પૂર્ણ કરે છે. નવું Z- સીરીઝનું એન્જિન હળવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે પણ આવી શકે છે જે તેની ઇંધણ કાર્યક્ષમતા વધારશે. મારુતિ સુઝુકી નવી પેઢીની ડીઝાયર કૉમ્પેક્ટ સેડાન માટે પણ આ જ એન્જિનનો ઉપયોગ કરશે, જે 2024ની તહેવારોની સીઝનમાં લોન્ચ થવાની છે.
ડિઝાઇન અને ડાયમેન્શન
નવી 2024 મારુતિ સ્વિફ્ટને ભારે અપડેટેડ હાર્ટટેક પ્લેટફોર્મ પર ડિઝાઇન કરવામાં આવશે અને તે મોડલ કરતાં લાંબી હશે. તેની કુલ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 3860 mm, 1695 mm અને 1500 mm હશે. તેની પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 40 mm અને 30 mm ઓછી હશે. તેના આંતરિકમાં ફેરફારો ફ્રન્ટ કૉમ્પેક્ટ ક્રૉસઓવર અને બલેનો હેચબેકથી પ્રેરિત હશે, જે નવી ડ્યુઅલ-ટોન બ્લેક/બેજ થીમ મેળવશે.
ફિચર્સ અને કિંમત
નવી સ્વિફ્ટમાં વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સાથે 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. તેમાં ઓટોમેટિક એસી, ફ્લેટ બોટમ સ્ટીયરીંગ વ્હીલ, MID સાથે એનાલોગ ડાયલ, પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ, હાઇટ એડજસ્ટેબલ સીટ અને રીઅર હીટર ડક્ટ અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવા ફિચર્સ પણ હશે. નવી 2024 મારુતિ સ્વિફ્ટ તમામ અપગ્રેડ સાથે થોડી મોંઘી હશે. તેના વર્તમાન મોડલની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખથી 9.03 લાખની વચ્ચે છે.
Car loan Information:
Calculate Car Loan EMI