હોન્ડા સેડાન કાર City ના બેસ વેરિયન્ટ્સ- SV MT, V MT અને V CVT પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કુલ ડિસ્કાઉન્ટમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. આ ઉપરાંત Cityના VX MT પર 37,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 35,000 રૂપિયા એક્સચેન્જ બોનસ સામેલ છે. જે કુલ મળીને 72,000 રૂપિયા થાય છે.
આ ઉપરાંત કંપની Cityના VX CVT/ZX MT/ZX CVT મોડલ પર એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. જે કુલ મળીને એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય છે.
કંપની ટૂંક સમયમાં જ City નું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. બાકી રહેલો સ્ટોક ક્લિયર કરી શકાય તે માટે આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Car loan Information:
Calculate Car Loan EMI