Tips For Bike Road Trip: જો તમે તમારી બાઇક લઇને લાંબી રોડ ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. એટલા માટે આજે અમે તમને લોંગ ટ્રીપ પર જતા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સેવા - જ્યારે પણ તમે બાઇક દ્વારા લાંબી રોડ ટ્રિપ પર જાવ ત્યારે તમારી બાઇકની સર્વિસ થઈ છે કે નહીં તે સૌથી પહેલા ચેક કરો. કારણકે શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવવા માટે બાઇકની સમયસર સર્વિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સર્વિસ થયા પછી બાઇક પર ટ્રિપ પર જશો તો આશા છે કે તમારો રોડ ટ્રિપનો અનુભવ વધુ સારો હશે.
હવામાન - બાઇક દ્વારા રોડ ટ્રીપ પર જતી વખતે હવામાનની માહિતી પણ લો. તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારા રસ્તામાં હવામાન કેવું હશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમે બાઇક પર સવારી કરો છો ત્યારે તમે ખુલ્લા આકાશની નીચે હોવ છો અને કોઈપણ હવામાનની અસર તમારા પર એકદમ સીધી પડે છે. એટલા માટે હવામાનની માહિતી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
મેંટેનેંસ - બાઇક હોય કે અન્ય કોઈ વાહન દરેક પરિસ્થિતિમાં તેનું મેંટેનેંસ ખૂબ જ જરૂરી છે. તમારું વાહન હંમેશા મેંટેન રહેવું જોઈએ પરંતુ જો તમે રોડ ટ્રીપ પર જઈ રહ્યા હોવ તો તેનું મેંટેનેંસ વધુ જરૂરી બની જાય છે. આ સ્થિતિમાં તમારે વાહનના તમામ સ્પેરપાર્ટ્સ બરાબર કામ કરે છે અને સારી સ્થિતિમાં છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.
ટાયર - તમારે ટાયરની સ્થિતિ પણ તપાસવાની જરૂર છે. જો તમારા ટાયર જૂના અથવવા ઘસાઈ ગયા હોય તો બદલવા જોઈએ. તમે રોડ ટ્રિપ પર જાવ તેના પહેલાં આવા ટાયર હોય તોબદલી લો. કારણકે લાંબી રોડ ટ્રીપમાં તમને વધુ સારા ટાયરની ખાસ જરૂર હોય છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા
Car loan Information:
Calculate Car Loan EMI