CNG Cars in India: ભારતમાં હાલની સ્થિતિ એવી છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે. આવામાં કારના શોખીનો માટે નવી કાર ખરીદીને ફેરવવી ખુબ જ મોંઘી સાબિત થઇ રહી છે. ઘણા લોકો હાલના સમયમાં હવે CNG વાહનો તરફ વળ્યા છે, અને તેની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. આ કારણે આ CNG વાહનોની માંગ ઘણી વધી ગઈ છે, કારણ કે CNG પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું છે અને આ કાર પેટ્રોલ અને ડીઝલની કાર કરતા વધુ માઈલેજ આપે છે. આજે આપણે એવી ટોપ 3 CNG કાર વિશે વાત કરીશું જે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ સિગ્મા સીએનજી (Maruti Suzuki Fronx CNG)
મારુતિ તરફથી આવતા FrontX સિગ્મા CNGમાં, તમને 1197cc ચાર સિલિન્ડર એન્જિન મળે છે, જે 5 સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન સાથે આપવામાં આવે છે. આ એન્જિનમાં તમને 6000 rpm પર 76.43 bhpનો પાવર અને 4300 rpm પર 98.5 Nmનો ટોર્ક મળે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે, તે એક કિલોગ્રામ CNG પર 28.51 કિલોમીટર (28.51km/kg) ચાલી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.46 લાખ રૂપિયા છે.
હ્યૂન્ડાઇ એક્સ્ટર એસ સીએનજી (Hyundai Exter S CNG)
Exeter Hyundaiની ક્રૉસઓવર SUV છે. આ એક ખૂબ જ જગ્યા ધરાવતી કાર છે. એન્જિન વિશે વાત કરીએ તો, તેમાં 1197cc એન્જિન છે જે 6000 rpm પર 67.72 bhpનો પાવર અને 4000 rpm પર 95.2Nmનો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તે એક કિલોગ્રામ CNG પર 27.1 કિલોમીટર (27.1km/kg) ચાલી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.43 લાખ રૂપિયા છે.
ટાટા પંચ પ્યૉર સીએનજી (Tata Punch Pure CNG)
ટાટા તરફથી પંચ એ માઇક્રૉ એસયુવી સેગમેન્ટની કાર છે, જે 5 સ્ટાર ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ સાથે આવે છે. ટાટાના પંચમાં તમને 1.2L (1199cc) રેવોટ્રૉન એન્જિન મળે છે, જે 6000 rpm પર 72.5 bhpનો પાવર અને 3250 rpm પર 103 Nmનો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તે એક કિલોગ્રામ CNG પર 26.99 કિલોમીટર (26.99km/kg) ચાલી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.23 લાખ રૂપિયા છે.
Car loan Information:
Calculate Car Loan EMI