Below 10 Lakhs Range SUVs: જો તમે જલદી એક નવી કાર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, અને તમે ઇચ્છો છો કે, તમારી કાર સસ્તી, સારી અને એક એસયુવી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ ભારતની 3 સસ્તી એસયુવી કારો વિશે જે તમારી ફર્સ્ટ ચૉઇસ બની શકે છે.
અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે, સાથે સાથે ફિચર્સ અને કિંમત પણ તમને ચોંકાવી દેશે. આમાં તમામ ફિચર્સને સુરક્ષાની રીતે ખાસ બનાવવામાં આવ્યા છે. જુઓ આ એસયુવી કારો વિશે........
ટાટા નેક્સન (TATA Nexon) -
આ દેશની સૌથી વધુ વેચાનારી એસયુવી છે, આ કારમાં એક 1.2 લીટર રેવોટ્રૉન પેટ્રૉલ એન્જિન અને એક 1.5-લીટર રેવૉટૉર્ક ડીઝલ એન્જિનના બે ઓપ્શન મળે છે. આ એસયુવીમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને 6-સ્પડી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આ એસયુવીની કિંમતની શરૂઆત 7.60 લાખ રૂપિયાથી થાય છે.
નિસાન મેગ્નાઇટ (NISSAN Magnite) -
આ કૉમ્પેક્ટ એસયુવીમાં એક 1.0-લીટર નેચરલી પેટ્રૉલ એસ્પિરેટેડ એન્જિન મળે છે, જે 71bhp નો મેક્સીમમ પાવર અને 96 Nmનો પીક ટૉર્ક ઉત્પન કરી શકે છે. સાથે જ આમાં વધુ એક 1.0-લીટર ટર્બૉચાર્જ્ડ પેટ્રૉલ એન્જિનનો ઓપ્શન મળે છે, જે 99 hpનો મેક્સીમમ પાવર અને 152 Nm નો પીક ટૉર્ક ઉત્પન્ન કરે છે. આ કારની એક્સ શૉ રૂમ કિંમત 5.97 લાખ રૂપિયાથી 10.53 લાખ રૂપિયાની વચ્ચેની છે.
રેનૉલ્ટ કાઇગર (Renault Kiger) -
દેસની સૌથી સસ્તી કૉમ્પેક્ટ એસયુવી મનાતી Renault Kigerમાં એક 1.0- લીટરનુ નેચરલી એસ્પિરેટેડ એન્જિન 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન આવે છે, અને બીજો 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન, જે 5-સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશન વાળા બે એન્જિનનો ઓપ્શન જોવા મળે છે. આ કારની એક્સ શૉરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.62 લાખ રૂપિયા સુધી જાય છે.
આ પણ વાંચો...........
Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું
Car loan Information:
Calculate Car Loan EMI