Vehicle Fitness: ગુજરાતમાં ચાલતા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની ફિટનેસ પર દેખરેખ રાખવા માટે ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત અત્યાધુનિક વ્હીકલ ઇન્સ્પેકશન અને ફિટનેસ સેન્ટર સુરતના ઓલપાડ ખાતે વર્ષ ઓક્ટોબર,2017 માં શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સુરત-ઓલપાડ રોડ પર માસમા ખાતે સારોલી નજીક સૂચિત નવા રાજ્ય ધોરીમાર્ગ પર 31,000 ચોરસ મીટર જમીન ફાળવી હતી. જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા 15 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત વ્હીકલ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવ્યું હતું.
કેમ જરૂરી છે વ્હીકલ ફિટનેસની ચકાસણી?
Central Motor Vehicle Rule 1989ના 62 rule મુજબ વાહનની યાંત્રિક અને ભૌતિક ચકાસણી કરાવી ફીટનેસ સર્ટીફીકેટ મેળવવું જરૂરી બને છે. આ ફિટનેસ સેન્ટરની સ્થાપના પહેલા વાહનોની ચકાસણી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી પરંતુ નવા વ્હીકલ ફિટનેસ સેન્ટરની સ્થાપના થઈ ગયા પછી, કોમ્પ્યુટરાઈઝ્ડ સાધનોમાં ફીટ કરાયેલા ઇક્યુપમેન્ટસ દ્વારા વાહનોને 40 વિવિધ પ્રકારના પેરામીટરમાંથી પસાર કરીને ફિટનેસનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.
વાહન ફીટનેસમાં વાહનોની ગુણવત્તા, વાહનોની ક્ષમતા અને વાહનોની યોગ્યતાની ચકાસણી કરીને તેનું વાહન ધારકને વ્હીકલ ફીટનેસ સર્ટીફીકેટ આપવામાં આવે છે. મોટાભાગના માર્ગ અકસ્માતો શહેરમાં અને હાઇવે પર ચાલતા અનફીટ વાહનોને કારણે થાય છે. હવે અત્યાધુનિક મશીનો દ્વારા વાહનોના તમામ ભાગોને સ્કેનીગ કરવામાં આવે છે, જે વાહનોમાં રહેલ ખામીઓને શોધવામાં મદદરૂપ થાય છે. જેના પરિણામે વાહનોમાં રહેલ ખામીઓને સુધારી શકાય છે અને વાહન રસ્તા પર ચાલવા માટે સક્ષમ છે કે નહિ તેની જાણકારી મેળવવી શકય છે.
ફિટનેસ સર્ટિફિકેશનની મુદત
સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેશન સેન્ટર છે. નવું ટ્રાન્સપોર્ટ વાહન હોય તો પ્રથમ 8 વર્ષ માટે દર 2 વર્ષે અને ત્યારબાદ દર વર્ષે ફીટનેસની ચકાસણી કરાવવાની હોય છે. નોન-ટ્રાન્સપોર્ટ વાહન માટે ફીટનેસની ચકાસણી નવા રજીસ્ટ્રેશન વખતે ત્યારબાદ 15 વર્ષે અને ત્યારબાદ દર 5 વર્ષે રીન્યુઅલ કરાવવાની હોય છે.
વિવિધ પ્રકારના વ્હીકલ ટેસ્ટ અને અનફીટ વ્હીકલનું રી-ઇન્સ્પેકશન
વાહન ફીટનેસ અંતર્ગત આ સેન્ટરમાં લાઈટ અને હેવી કોમર્શીયલ વાહનોની યાંત્રિક અને ભૌતિક ચકાસણી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વિઝ્યુઅલ ઇન્સ્પેકશન, ઈક્વિપમેન્ટ બેઝ્ડ ઇન્સ્પેકશન અને ઈમીશન ઇન્સ્પેકશનનો સમાવેશ થાય છે. આ ઇન્સ્પેકશન અને સર્ટિફિકેશન સેન્ટરમાં ઇન્સ્પેકશન દરમ્યાન જો ખામીઓ જણાય તો તે દૂર કરવા લોકલ ઓથોરાઇઝડ ગેરેજમાં મોકલવાનું જણાવવામાં આવે છે.
વાહનની નિર્દિષ્ટ ખામી દૂર થયા પછી આવા વાહનને ફરીથી ઇન્સ્પેકશન અને સર્ટિફિકેશન સેન્ટરમાં ઇન્સ્પેકશન માટે આવાનું રહે છે અને ખામીઓ દૂર થયેલી જણાય પછી ઇન્સ્પેકશન અને સર્ટિફિકેશન સેન્ટર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે.
કુલ 4 લેનમાં થાય છે વ્હીકલ ફિટનેસ ચેક
આ સેન્ટરમાં કુલ 4 લેનનું નિર્માણ કરવામાં આવેલ છે જે પૈકી 2 લેન લાઈટ કોમર્શીયલ વાહનો અને 2 લેન હેવી કોમર્શીયલ વાહનો માટે ફાળવવામાં આવી છે અને આ ફીટનેસ સેન્ટરમાં માત્ર 4 RTO ઇનસ્પેકટરસની ટીમ દ્વારા કાર્યરત છે.
મુખ્ય ત્રણ પ્રકારના વ્હીકલ ઇન્સ્પેકશનસ
- વિઝ્યુઅલ ઇન્સ્પેકશન અંતર્ગત વાહનના દસ્તાવેજો, રીઅર વ્યુ મીરર, સાઈડ લાઈટ, રેફ્લેકટર, હોર્નનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે.
- ઈક્વિપમેન્ટ બેઝ્ડ ઇન્સ્પેકશન અંતર્ગત બ્રેક ટેસ્ટ, સ્પીડોમીટર ટેસ્ટ, હેડ લાઈટ ટેસ્ટ, સાઈડ સ્લીપ ટેસ્ટનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે.
- ઈમીશન ઇન્સ્પેકશન અંતર્ગત ડીઝલ વાહન માટે ફ્રી એકસીલેરેશન ટેસ્ટ, પેટ્રોલ, સી.એન.જી અને એલ.પી.જી. વાહન માટે આઈડલ ટેસ્ટ કરવામાં આવે છે.
વાહનની તાંત્રિક બાબતોની પરીપૂર્તતામાં સ્ટોપ લાઈટ, રીઅર લાઈટ, રેડ ઈન્ડીકેટર લાઈટ, હેડ લાઈટ ડીપર, ટોપ લાઈટ, પાર્કીંગ લાઈટસ, સ્પીડ ગવર્નરનું inspection કરવામાં આવે છે. Fully integrated test lane માં Slid slip test, Roller break test, Suspension test, Emission test, Diesel Smoke test, Head light beam test, Free Roller Test, Speedo meter / Taximeter Test અને Sound Level Testનો સમાવેશ કરવામાં આવેલ છે.
Car loan Information:
Calculate Car Loan EMI