નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાની મોટાભાગની ટીમ આતંકવાદના કારણે પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમવા માટે તૈયાર ન હતી થઇ રહી, જોકે હવે એક પછી એક ટીમો પાકિસ્તાનમાં રમવા માટે આવી રહી છે, આ લિસ્ટમાં હવે ઓસ્ટ્રેલિયન ટીમ પણ સામેલ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયા (Australia)ની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાન (Pakistan) ના પ્રવાસે આવી રહી છે, અહીં 4 માર્ચથી 5 એપ્રિલ સુધી બન્ને દેશો વચ્ચે ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક ટી20 મેચ રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કાંગારુ ટીમના આ પ્રવાસ માટે એકદમ ઉત્સાહિત છે, અને એટલા માટે પોતાની તરફથી કોઇ કમી છોડવા માંગતુ નથુ. આ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સુરક્ષા માટે પુરેપુરી વ્યવસ્થા ચૌકન્ની કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનીના એક સ્પોર્ટસ જર્નાલિસ્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આર્મી અને સુરક્ષાકર્મીઓના કુલ ચાર હજાર જવાન તૈનાત રહેશે. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બહારની બિલ્ડિંગ પર સ્નાઇપર્સ તૈનાત રહેશે. ફૂડ સ્ટ્રીટ, ડબલ રૉડ અને અલ્લામા ઇકબાલ પાર્ક બંધ કરવામાં આવશે. ટીમની યાત્રા દરમિયાન મોબાઇલ ફોનની સેવાઓ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. મેટ્રૉ બસના રૂટ પણ સિમીત કરી દેવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લીવાર વર્ષ 1998માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. છેલ્લા 24 વર્ષોમાં તે એકવાર પણ પાકિસ્તાનમાં નથી આવી. આ વખતે પણ પ્રવાસ પહેલા કેટલાય એવા રિપોર્ટ્સ આવી ચૂક્યા હતા, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયાના કેટલાય ખેલાડીઓ પાકિસ્તાનમાં સુરક્ષાને લઇને આશંકિત છે. એટલે કેટલાય ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પાકિસ્તાન પ્રવાસથી હટી શકે છે. જોકે હવે ખેલાડીઓ આવવા માટે રાજી થઇ ગયા છે.
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના