Electric Scooter in India: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે ઘણીબધી મોટી મોટી કંપનીઓ બજારમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લાવી રહી છે. તાજેતરમાં BMW એ ઇલેક્ટ્રિક સ્કૂટર CE 04 પણ લૉન્ચ કર્યું હતું, જે દેશનું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર બન્યું હતું. આ સ્કૂટરના લૉન્ચિંગ પહેલા જ ઘણા સ્કૂટર ભારતીય માર્કેટમાં આવી ચૂક્યા છે. આ લિસ્ટમાં આવી ઘણી ઈવી પણ સામેલ છે, જે સામાન્ય માણસની રેન્જમાં છે. ચાલો ભારતીય બજારમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વિશે જાણીએ.


બીએમડબલ્યૂ CE 04 (BMW CE 04) - 
BMW CE 04 તેના દેખાવ અને કિંમતના કારણે હેડલાઇન્સમાં રહે છે. આ BMW ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શૉરૂમ કિંમત 14.90 લાખ રૂપિયા છે. આ સ્કૂટરની ડિઝાઇન કૉમ્પેક્ટ છે. આ EVમાં LED લાઇટ છે. સ્કૂટરમાં 15 ઈંચના વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં 8.5 kWhની બેટરી પેક છે, જેના કારણે આ EV એક જ ચાર્જિંગમાં 130 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે.


ઓલા S1 X (Ola S1 X) - 
ઓલા S1 આ સ્કૂટરમાં 4kWh બેટરી પેક છે, જે સિંગલ ચાર્જિંગમાં 193 કિલોમીટરની રેન્જ આપે છે. આ સ્કૂટરની એક્સ-શૉરૂમ કિંમત 99,999 રૂપિયા છે. તેનું 3 kWh બેટરી પેક 151 કિલોમીટરની રેન્જ આપે છે અને 2 kWh બેટરી પેક 95 કિલોમીટરની રેન્જ આપે છે. 2 kWh બેટરી પેક સાથે સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 74,999 રૂપિયા છે. Ola S1 X+ પણ બજારમાં હાજર છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 84,999 રૂપિયા છે.


એથર રિઝ્ટા (Ather Rizta) - 
અથર રિઝ્તા એક ફેમિલી સ્કૂટર છે. Ather એ આ EV વર્ષ 2024 માં જ લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 7 કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ EVમાં બેટરી પેકના બે વિકલ્પો આપવામાં આવ્યા છે. તેનું 2.9 kWh બેટરી પેક 123 કિલોમીટરની રેન્જ આપે છે. આ Atherનું સ્ટાન્ડર્ડ સ્કૂટર છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1,09,999 રૂપિયા છે. જ્યારે તેના પ્રીમિયમ સ્કૂટરની કિંમત 1,24,999 રૂપિયા છે.


Ather Rizta 3.7 kWh બેટરી પેક સાથે પણ આવે છે. આ બેટરી પેક સાથે આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 159 કિલોમીટરની રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1,44,999 રૂપિયા છે.


બજાજ ચેતક (Bajaj Chetak)  - 
બજાજ ચેતક ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના બે વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે. તેના TecPac અને સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ બંને 113 કિલોમીટરની રેન્જ આપે છે. TecPac ચાર કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને સ્ટાન્ડર્ડ ત્રણ કલર વેરિઅન્ટ સાથે આવે છે. આ બજાજ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1,23,319 રૂપિયા છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI