Hero Motocorp Price Hike: દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Hero MotoCorpની મોટરસાઈકલ અને સ્કૂટર 5 એપ્રિલથી 2000 રૂપિયા મોંઘા થઈ જશે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે કોમોડિટીના ભાવમાં સતત વધારાની અસરને આંશિક રીતે સરભર કરવા માટે વાહનોની કિંમતોમાં વધારો કરવો જરૂરી છે. કંપની તેની સમગ્ર પ્રોડક્ટ રેન્જની શોરૂમ કિંમતો ઉપરની તરફ સુધારશે. કિંમતોમાં ફેરફાર 2000 રૂપિયા સુધી રહેશે.


મોડલ અને માર્કેટ પ્રમાણે કિંમતો વધશે


કંપનીના વાહનોની કિંમત મોડલ અને માર્કેટના હિસાબે વધારવામાં આવશે. નોંધનીય છે કે ટોયોટા કિર્લોસ્કર મોટર, ઓડી, બીએમડબ્લ્યુ અને મર્સિડીઝ બેન્ઝ સહિતની વિવિધ કંપનીઓએ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે આગામી મહિનાથી તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી છે.


કાર કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી મોટર સાયકલ અને સ્કૂટરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરનારી  હીરો મોટોકોર્પ પ્રથમ કંપની છે. આ સિવાય ઓલાએ હોળી પછી તેના S1 Pro સ્કૂટરની કિંમત વધારવાની જાહેરાત કરી હતી.


હીરો મોટોકોર્પનો શેર આજે વધ્યો


હીરો મોટોકોર્પના શેરમાં આજે વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ગઈકાલે તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે હીરો મોટોકોર્પનો શેર રૂ. 57.35  વધારા પછી રૂ. 2,268 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ 


Gujarat Farmers Scheme:   ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી


Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ


ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત


Russia Ukraine War: અમેરિકાએ રશિયામાં રહેતા અમેરિકન નાગરિકોને શું આપી મોટી ચેતવણી ?


Car loan Information:

Calculate Car Loan EMI