દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ તેની સૌથી વધારે વેચાતકી મિડ સાઇઝ SUV ક્રેટાનું નવું મોડલ એસએક્સ એક્ઝિક્યુટીવ ટ્રીમ લોન્ચ કર્યુ છે. આ નવી ક્રેટા પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. સૌથી ખાસ વાત એ છે કે હ્યુન્ડાઈએ નવી ક્રેટાને બજારમાં એસએક્સ ટ્રિમના મુકાબલે સસ્તી છે. તેના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 13.18 લાખ રૂપિયા અને ડીઝલ મોડલની કિંમત 14.18 લાખ રૂપિયા છે.


કેટલી કિંમત છે ઓછી અને શું છે કારણ


બજારમાં ઉપલબ્ધ વર્તમાન ક્રેટા એસએક્સ એક્ઝિક્યુટિવ મોડલથી આ નવા વેરિયન્ટની કિંમત આશરે 78 હજાર રૂપિયા ઓછી છે. જોકે તેમાં કેટલાક મહત્વના ફીચર્સ પણ આપવામાં આવ્યા નથી. ફિચર્સની વાત કરવામાં આવે તો નવી એડિશનમાં કનેક્ટેડ કારની સાથે 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ નહીં જોવા મળે. જોકે ગ્રાહકોને ક્સ્ટમાઇઝેશનનો વિકલ્પ મળશે.


કેવા છે ફીચર્સ


હ્યુન્ડાઈ ક્રેટા SX એક્ઝિક્યુટિવ ફીચર્સમાં પેનોરમિક સનરૂફ, 17 ઈંચ સિલ્વર ફિનિશ્ડ અલોય વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ અને ઓટોમેટિક સામેલ છે. તેમાં ABSની સાથે EBD, ડ્યુઅલ ફંર્ચ એરબેગ, ESC (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), રિયર ડિસ્ક બ્રેક અને હિલ અસિસ્ટ છે.


આ કાર બે એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. 1.5 લીટર નેચરકલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન, ક્રેટા 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડના રૂપમાં પણ ઉપલબ્ધ છે. ડીઝલમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક મળે છે.


સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર


હ્યુન્ડાઈ ક્રેટા તેના સેગમેન્ટમાં વેચાતી સૌથી વધુ કાર છે. છેલ્લા થોડા મહિનાથી સતત ક્રેટાનો નંબર 1 પર કબજો છ. તમામ રાજ્યોમાં લોકડાઉન છતાં કુલ 7,527 યૂનિટનું વેચાણ થયું હતું.


‘કોરોનાની ત્રીજી લહેર આવશે, મોદી સરકાર દવા, બેડ, ઓક્સિજનની તૈયારી કરે’, જાણો કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કહી આ વાત


નવા PNG ગેસ સ્ટવથી માસિક બિલમાં થશે તોતિંગ ઘટાડો, જાણો દર મહિને કેટલી થશે બચત


Car loan Information:

Calculate Car Loan EMI