78 ટકા ગ્રોથ
Hyundai Creata એ SUV સેગમેંટમાં જાન્યુઆરી 2021માં વેચાણમાં 78 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. ગત મહિને હ્યુન્ડાઈ ક્રેટાએ કુલ 12,284 યૂનિટ વેચ્યા હતા. જે જાન્યુઆરી 2020ના 6,900 યૂનિટ્સની તુલનામાં 78.02 ટકા વધારે છે.
Kia Seltosથી આગળ નીકળી Creta
જાન્યુઆરી 2021માં Creta એ તેની હરિફ Kia Seltos ને પણ પાછળ રાખી દીધી હતી.જાન્યુઆરી 2021મા સેલ્ટોસના 9869 યૂનિય વેચાયા હતા, જ્યારે ક્રેટાએ 12,284 યૂનિટનું વેચાણ કર્યુ હતું. કિયા સેલ્ટોસની તુલનામાં ક્રેટાનું વેચાણ 2415 યૂનિટ વધુ રહ્યું છે. સેલ્ટોસના સેલમાં 34 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ક્રેટાના સેલમાં 78 ટકા વધારો થયો છે.
શું છે કારની કિંમત
Hyundai Creta ની કિંમત (એક્સ શો રૂમ) 10 લાખ રૂપિયાથી ળઈ 17.54 લાખ રૂપિયા સુધી છે. આ કારમાં ત્રણ એન્જિન ઓપ્શન સાથે આવે છે. હ્યુન્ડાઈ ચાલુ વર્ષે ક્રેટની 7 સીટર એડિશનને હ્યુન્ડાઈ અલકેઝરના નામથી બજારમાં ઉતારી શકે છે.
IND vs ENG: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ
રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ
Car loan Information:
Calculate Car Loan EMI