નવી દિલ્હીઃ વધતા પ્રદૂષણ અને બદલાતા સમયમાં સીએનજી વાહનોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. ખેડૂતોને ધ્યાનમાં રાખી દેશનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર પર લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતીન ગડકરીએ તેને ગઈ કાલે લોન્ચ કર્ય હતું. જેના કારણે ખેતીના ખર્ચમાં ઘટાડો થશે, તેનો ફાયદો ધરતીપુત્રોને થશે.


રામવેટ ટેકનો સોલ્યુશન અને ટોમાસેટો એકાઇલ ઈન્ડિયાએ મળીને આ ટ્રેકટર બનાવ્યું છે. આ ટ્રેકટરથી દર વર્ષે ખેડૂતોને ઈંધણ ખર્ચમાં એક લાખ રૂપિયાની બચત થશે. સીએનજી ટ્રેક્ટર નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. સીએનજી ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટર કરતા 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે, જેના કારણે ઓછું પ્રદૂષણ થશે. સીએનજી ફીટ થયેલા ટ્રેકટરોમાં લીડ વોલ્યુમ હોતું નથી આ કારણે એન્જિન લાંબા સમય સુધી કામ કરશે. આ પ્રસંગે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.



આ ટ્રેક્ટર નહીંવત પ્રદૂષત ફેલાવશે. જેનાથી એન્જિનનું આયુષ્ય વધશે. જેથી મેંટેનસ ખર્ચ ઓછો આવશે. સી.એન.જી. ટ્રેકટરોથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, કારણ કે સી.એન.જી. કરતા ડીઝલની કિંમત ડબલ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં સીએનજી ટ્રેક્ટર ખૂબ જ લાભદાયી થશે. સીએનજી ટ્રેક્ટરનું માઇલેજ પણ ડીઝલ ટ્રેક્ટર કરતા વધુ સારી રહેશે.

ટ્રેક્ટર લોન્ચ કરતી વખતે ગડકરીએ કહ્યું કે અન્ય સીએનજી વાહનોની જેમ શરૂઆતમાં પણ તેને શરૂ કરવા માટે ડીઝલની જરૂર પડશે. આ પછી તે સીએનજીથી ચાલશે. ખેડૂતો હવે તેમના જૂના ટ્રેકટરોમાં સીએનજી કીટ પણ ફીટ કરી શકશે. આ અંગેની વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે કૃષિમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માટે પ્રતિ કલાક સરેરાશ 4 લિટર ડીઝલનો ખર્ચ આશરે 340 રૂપિયા થાય છે, જ્યારે સીએનજીથી ટ્રેક્ટર ચલાવવા 4 કલાકમાં આશરે 180 રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.

Car loan Information:

Calculate Car Loan EMI