નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ટૂ વ્હીલર્સ કંપનીઓ વેચાણ વધારવા વિવિધ ઉપાયો કરી રહી છે. થોડા દિવસો પહેલા હીરો મોટોકોર્પ અને સુઝુકી ઉપરાંત રોયલ એનફિલ્ડે ગ્રાહકો માટે ઓનલાઇન સર્વિસ રજૂ કરી હતી. હવે હોન્ડા પણ આવી સર્વિસ તેના ગ્રાહકો માટે લઈને આવી છે. જે અંતર્ગત તમે બાઇક ઓનલાઇન બુક કરાવી શકો છો.


હોન્ડાની ઓનલાઇન સર્વિસ દ્વારા ગ્રાહક કંપનીના તમામ મોડલ્સ જોઈને પોતાની પસંદગીનો રંગ, વેરિયંટ સાથે હોન્ડા ડીલર સિલેક્ટ કરી શકે છે. આ ઉપરાંત કંપની બુકિંગ કેન્સલ કરવા પર તમામ રૂપિયા પરત કરવાની સુવિધા પણ આપી રહી છે.

આ રીતે ઘેર બેઠા ખરીદી શકાય છે હોન્ડાની બાઈક્સ
- હોન્ડાની ઘરે બેઠા મોટર સાઇકલ ખરીદવા માટે સૌથી પહેલા તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
- અહીં જરૂરી ડિટેલ ભરો અને 1999માં રૂપિયામાં હોન્ડાનું બાઇક બુક કરો.
- ગ્રાહક ડેબિટ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, નેટ બેંકિંગ કે યૂપીઆઈ દ્વારા પેમેંટ કરી શકે છે.
- એટલું જ નહીં જો ગ્રાહક બુકિંગ કેન્સલ કરે તો પૂરી બુકિંગ એમાઉન્ટ પરત કરવામાં આવશે.
- પેમેંટ પ્રોસેસ બાદ તમારા દ્વારા આપવામાં આવેલા નંબર પર એક એસએમએસ મોકલવામાં આવશે. જેમાં તમારો યૂનિક બુકિંગ નંબર હશે.

થાઈલેન્ડની કંપની કરી રહી છે કોરોના વેક્સીનની તૈયારી, નવેમ્બરમાં શરૂ થઈ શકે છે માનવીય પરીક્ષણ

બચ્ચન પરિવારમાંથી માત્ર કોણ નથી થયું કોરોના સંક્રમિત, જાણો વિગત

DRSને લઈ સચિને ICCને કર્યુ સૂચન, કહ્યું- જો બોલ સ્ટંપ પર લાગે તો આઉટ આપવો જોઈએ

Car loan Information:

Calculate Car Loan EMI