KTM 1290 Super Adventure S: દમદાર સ્પોર્ટ્સ બાઇક બનાવનારી કંપની કેટીએમે પોતાની બાઇક 1290 સુપર એડવેન્ચર એસના 2023 વેરિએન્ટને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે. અપડેટેડ વર્ઝનમાં રાઇડિંગ પૉઝિશન પર ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે. જેથી બાઇક ચલાવનારા વ્યક્તિને કન્ફોર્ટેબલ રાઇડિંગનો અનુભવ થશે. આમાં 1301ccના V-ટ્વીન એન્જિનની સાથે રડાર-બેઝ્ડ એડઝેસ્ટેબલ ક્રૂઝ કન્ટ્રૉલ સિસ્ટમ પણ આપવામાં આવી છે.  


કેવો છે લૂક ? 
આમાં જુના વર્ઝનની જેમ જ ખુબ આકર્ષક લૂક આપવામાં આવ્યો છે, જેમાં ડીઆરએલની સાથે એલઇડી હેડલેમ્પ, સ્લૉપિંગ ફ્યૂલ ટેન્ક, પહોળા હેન્ડલબાર, સ્પ્લિટ-ટાઇપ સીટ્સ, સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે ટિલ્ટ-એડઝેસ્ટેબલ 7.0- ઇંચની TFT ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પાતળુ ટેલ સેક્શન, સ્મૂથ LED ટેલલેમ્પ, ઉપસેલી વિન્ડસ્ક્રીન, અપસ્વેપ્ટ એક્ઝૉસ્ટ સિસ્ટમ અને વાયર-સ્પૉક વ્હીલ્સ આપવામાં આવ્યા છે. 


કેવુ છે એન્જિન ? 
નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S બાઇકમાં એક દમદાર 1301cc નુ લિક્વિડ કૂલ્ડ, V-ટ્વીન, 75- ડિગ્રી એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ એન્જિન 158hp નો પાવર અને 138 ન્યૂટન મીટરનો ટૉર્ક આઉટપુટ આપે છે, ટ્રાન્સમિશન માટે PAASC સ્લિપર ક્લચની સાથે 6- સ્પીડ ગિયરબૉક્સ મળે છે, આ બાઇક 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3.3 સેકન્ડમાં પ્રાપ્ત કરી શકે છે. આની મેક્સિમમ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે.


શું છે ફિચર્સ ? 
નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S માં સેફ્ટીનુ ખુબ ધ્યાન રાખવામાં આવ્યુ છે, આમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS), કેટલાય રાઇડિંગ મૉડ્સ, બન્ને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેકની સાથે સાથે કૉર્નરિંગ ટ્રેક્શન કન્ટ્રૉલ, રડાર-બેઝ્ડ ક્રૂઝ કન્ટ્રૉલ અને ફ્રન્ટમાં 48mm નો "WP SAT" ઇનવર્ટેડ ફૉર્ક્સ અને રિયરમાં એક "WP SAT" મોનો-શૉક યૂનિટ પણ સામેલ કરવામાં આવ્યો છે. 


કેટલી છે કિંમત ? 
હાલમાં નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S બાઇકની કિંમતની જાણકારી નથી આપવામાં આવી, આ ખુલાસો આના લૉન્ચિંગના સમયે જ થશે, અત્યારે અમેરિકન માર્કેટમાં આની કિંમત 16.13 લાખ ભારતીય રૂપિયાની બરાબર છે. 


 


Electric Scooter: ભારતીય બજારમાં લોંચ થયુ ઈલેક્ટ્રિક સ્કૂટર, માત્ર રૂપિયા 999માં કરાવો બુક


Revamp Buddie 25 Electric Scooter: ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને તેમાં પણ ઈલેક્ટ્રિક સ્કૂટરનો સેગમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે. તેને જોતા ઘણી કંપનીઓ દેશમાં પોતાના મોડલ લોન્ચ કરી રહી છે. હવે આ ક્રમમાં, Revamp Moto એ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Buddie 25 લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડે યુટ્યુબ, લિંક્ડિન, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્પેશિયલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સ્કૂટરને પ્રોત્સાહન આપ્યું હતું.


કિંમત કેટલી છે?


Revamp Motoનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Buddie 25 ભારતીય બજારમાં રૂ. 66,999ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે. ગ્રાહકો આ ઈલેક્ટ્રિક સ્કૂટરને કંપનીની વેબસાઈટ પરથી માત્ર 999 રૂપિયામાં બુક કરાવી શકે છે. કંપની આવતા વર્ષે એપ્રિલથી તેની ડિલિવરી શરૂ કરી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને EMI પર પણ ખરીદી શકાય છે, જેના માટે નો કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે.


25ની રેન્જ કેટલી?


આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 48V 25 Ah લિથિયમ આયન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 70 કિમી સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. આ સ્કૂટરની એક રસપ્રદ વાત એ છે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ તેને ચલાવી શકો છો. તેની પિકઅપ ક્ષમતા 120 કિગ્રા છે.


અનેક પ્રકારના સ્વેપેબલ અટેચમેંટ


આ ઇલેક્ટ્રિક સ્કૂટરનો લુક એકદમ અલગ છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. આમાં મલ્ટીપલ વ્હીકલ સ્વેપ કરી શકાય તેવા એટેચમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ગ્રાહકોને ઇન્સ્યુલેટેડ બોક્સ, સેડલ બેગ, કેરિયર, ચાઈલ્ડ સીટ, બેઝ પ્લેટ, બેઝ રેક અને સેન્ડલ સ્ટે મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બડી 25 ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રાહકોને દેશભરના ઘણા શહેરોમાં ચલાવવા માટે આપવામાં આવશે.


Car loan Information:

Calculate Car Loan EMI