Upcoming Mahindra Thar: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સતત નવા નવા ઇનૉવેશન્સ આવી રહ્યાં છે, આમાં પણ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં હવે મહિન્દ્રા પોતાની નવી કારનું ડેબ્યૂ કરાવી શકે છે. આ બધાની વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અચાનક પોતાની થાર ઈલેક્ટ્રીકનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેના ઓફિશિયલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપતી વખતે કંપનીએ ખુલાસો કર્યો છે કે, 15 ઓગસ્ટે કંપની તેની થાર એસયુવીનું ઇલેક્ટ્રિક વર્ઝન (THAR.e) ડેબ્યૂ કરવા જઈ રહી છે. જે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં હશે.






વળી, ટીઝરમાં આને લૂક ફ્યૂચરિસ્ટિક છે, અને તે એક કૉન્સેપ્ટ કાર હોઈ શકે છે. આથી બજારમાં આને લૉન્ચ કરવામાં લાંબો સમય લાગી શકે છે. જોકે, તે જોવાનું રસપ્રદ રહેશે કે મહિન્દ્રા તેના ઓફ-રૉડ સેગમેન્ટને સંપૂર્ણપણે સુધારશે કે નહીં. મહિન્દ્રા થારનો રેટ્રૉ લૂક તેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત થાર ઈલેક્ટ્રીક કેટલી સેક્સેસ જશે તે જોવું પણ રસપ્રદ રહેશે.


વર્તમાન સમયની વાત કરીએ તો મહિન્દ્રા પાસે હાલમાં XUV400 પુરેપુરી ઇલેક્ટ્રિક SUV છે, જે બજારમાં અવેલેબલ છે. જોકે કંપની BE.05 અને BE.07 જેવા નવા વાહનો પર કામ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે થાર ઇલેક્ટ્રિક પુરેપુરા ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે અને આમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ (ફોર વ્હીલ ડ્રાઇવ) જોઈ શકાશે.


મહિન્દ્રા થાર હાલમાં 2.2L mHawk ડીઝલ એન્જિન સાથે સેલ થાય છે, જે તેને 128 hpની મહત્તમ શક્તિ આપે છે. જ્યારે બીજી 2.0 લિટર Mstallian ટર્બો પેટ્રૉલ મૉટર 150 hpનો પાવર આપે છે. આ ઉપરાંત બીજું 1.5 લીટર ડીઝલ એન્જિન છે જે 117hpનો પાવર આપે છે, જે RWD સેટઅપ સાથે આવે છે. કંપની આ કારને એક્સ-શૉરૂમ રૂ. 10.54 લાખની પ્રારંભિક કિંમતે વેચે છે.


આની સાથે થશે ટક્કર - 
મહિન્દ્રા થાર સાથે મુકાબલો કરનારાઓમાં મારુતિ સુઝુકી જિમ્ની અને ફૉર્સ ઘુરખા જેવી ઓફ રૉડ ગાડીઓ સામેલ છે. 






--


Car loan Information:

Calculate Car Loan EMI