Maruti Suzuki Hikes Prices: મોંઘા પેટ્રોલ, ડીઝલ અને CNG બાદ હવે કારની સવારી પણ મોંઘી થવા જઈ રહી છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી છે કે કંપનીએ આજથી વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે.


એક વર્ષમાં પાંચ વખત ભાવ વધ્યા


મારુતિ સુઝુકીએ 18 એપ્રિલ એટલે કે આજથી વાહનોની કિંમતોમાં 1.3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કિંમતમાં વધારો વાહનના મોડલ અને વેરિઅન્ટ પર નિર્ભર રહેશે. ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે કંપનીએ જાન્યુઆરી 2021થી પાંચમી વખત વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. એટલે કે આ સમયમાં મારુતિના વાહનોના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થયો છે.


ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે


કંપનીએ 6 એપ્રિલે કિંમત વધારવાની માહિતી આપી હતી. ત્યારે કંપનીએ કહ્યું હતું કે ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે વાહનોની કિંમત પર ઘણી અસર થઈ છે. તેથી ભાવ વધારીને તેનો અમુક હિસ્સો ગ્રાહકો સુધી પહોંચાડવો જરૂરી બન્યો છે. નોંધનીય છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ 14 એપ્રિલથી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી.


ખર્ચમાં વધારાને કારણે માર્જિનની અસર


કોઈપણ કાર નિર્માતા માટે ઇનપુટ ખર્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદક માટે કુલ ખર્ચના 70 થી 75 ટકા જેટલો માલસામાન ખર્ચ છે, પરંતુ મારુતિ સુઝુકી માટે તે વધીને 80.5 ટકા થઈ ગયો છે. તેના કારણે કંપનીના માર્જિન પર પણ અસર પડી છે. આ જ કારણ છે કે મારુતિ સુઝુકીને કિંમત વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે.  


આ પણ વાંચોઃ


CBSE Term 2 Exam Tips: પરીક્ષામાં બચ્યા છે માત્ર 10 દિવસ, જાણો કેવી રીતે કરશો તૈયારી, આ રહી ખાસ ટિપ્સ


ભારતમાં હેડ ક્વાર્ટર ખોલશે આ અમેરિકન ઈલક્ટ્રિક વ્હીકલ કંપની, શરૂ કરી ભરતી


Coronavirus: ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHO ની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું


Russia Ukraine War: રશિયન હુમલામાં મારિયુપોલ સહિત અનેક શહેર થયા લોહીલુહાણ, ઝેલેન્સકીએ કરી આ અપીલ


IPL 2022: ગર્લફ્રેન્ડે પૂછ્યું હું કે આઈપીએલ.... બાદ મુંબઈ અને લખનઉની મેચમાં પોસ્ટર બતાવીને શખ્સે આપ્યો આ જવાબ


IPL 2022, DC vs RCB: કોહલી હવામાં છલાંગ લગાવી એક હાથે પકડ્યો અકલ્પનીય કેચ, જોઈને અનુષ્કા પણ થઈ ગઈ ખુશ, જુઓ વીડિયો


Car loan Information:

Calculate Car Loan EMI