New Toll Collection Rules: કેન્દ્ર સરકાર આવતા વર્ષથી ટોલ નીતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવી પોલિસીમાં ટોલ લેવાની પ્રક્રિયામાં ફેરફાર કરીને તેને જીપીએસ આધારિત બનાવી શકાય છે. જેની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી છે. આ સાથે એવી પણ શક્યતા છે કે જીપીએસ સિસ્ટમ સિવાય વાહનોના કદના આધારે પણ ટોલ વસૂલવામાં આવે. હાલમાં ચોક્કસ અંતરના આધારે નક્કી કરાયેલા ધોરણ મુજબ ટોલ વસૂલવાનો નિયમ છે.


વાહનનું વજન નક્કી કરશે ટોલ 


નવી ટોલ નીતિ અનુસાર, વાહનની ટોલ વસૂલાત રસ્તા પર વાહન દ્વારા મુસાફરી કરેલા સમય અને અંતરના આધારે નક્કી કરી શકાય છે. આની મદદથી વાહનની સાઈઝની ગણતરી કરી શકાય છે, વાહને રસ્તા પર કેટલી જગ્યાનો ઉપયોગ કર્યો છે. આ સાથે રસ્તા પર ચાલતા વાહનનું વજન પણ જાણી શકાશે.


નવો પ્લાન કેવી રીતે અને ક્યાં તૈયાર થશે


મળતી માહિતી મુજબ, IIT BHUને ટોલની નવી લાઇન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ BHUના સંબંધિત વિભાગના એક પ્રોફેસરે આ વિશે માહિતી આપતા કહ્યું કે, તેમને રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય પાસેથી PCU તૈયાર કરવાનો પ્રોજેક્ટ મળ્યો છે.


વાહનના વજનની પણ ચકાસણી કરવામાં આવશે


આ પોલિસી હેઠળ વાહનના વજનનું પણ મૂલ્યાંકન કરી શકાય છે. જો કે આ પ્રોજેક્ટ પર હજુ કામ શરૂ થયું નથી. IIT BHU સરકારને જણાવશે કે કઈ ફોર્મ્યુલા હેઠળ ટોલ લેવાની પદ્ધતિમાં ફેરફાર શક્ય છે.


જો આ રીતે ટોલ લેવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે તો નાના વાહનમાલિકો અને ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકોને રાહત મળી શકે તેમ છે. વર્તમાન નિયમ મુજબ અંતર પ્રમાણે ટોલ લેવાની જોગવાઈ છે. જેના કારણે ટૂંકા અંતર માટે પણ વધુ ટોલ ચૂકવવો પડે છે અને 5 સીટરથી 7 સીટર સુધી દરેકને સરખો ટોલ વસૂલવામાં આવે છે. જેમાં ફેરફાર કરી શકાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI